Advertisement
Author: નોબત સમાચાર

જીપીસીબી દ્વારા ૪૦૦ જેટલા ઔદ્યોગિક એકમોની રૂ।. ૮.૦૫ કરોડની બેંક ગેરંટી પરતઃ ઐતિહાસિક નિર્ણય

૫ર્યાવરણીય નિયમોના સુચારૂ પાલન કરનારને પ્રોત્સાહન અપાયુ

                                                                                                                                                                                                      

અમદાવાદ તા. ૨: ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી) દ્વારા રાજ્યમાં ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા અને  કામગીરી વધુ સુદ્રઢ બનાવવાના ભાગરૂપે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક કામગીરી લેવામાં આવ્યો છે.

જીપીસીબીના ચેરમેન આર. બી. બારડના માર્ગદર્શન  હેઠળ ૪૦૦ જેટલા ઔદ્યોગિક એકમોની રૂ. ૮.૦૫ કરોડ ની બેંક ગેરંટી પરત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ ઐતિહાસિક નિર્ણય બાદ સંબંધિત ૪૦૦ ઔદ્યોગિક એકમો બેંક ગેરંટીની તમામ નાણાકીય જવાબદારીઓમાંથી સંપૂર્ણપણે મુક્ત થયા છે.

બેંક ગેરંટી પરત મળવાથી ઉદ્યોગો પાસે કાર્યકારી મૂડી (વોર્કિંગ કેપીટલ) વધશે, જેનો ઉપયોગ તેઓ પોતાના વિકાસ અને પર્યાવરણીય સુધારા અર્થે કરી શકશે. જે એકમોએ પર્યાવરણીય નિયમોનું સુચારૂ પાલન કર્યું છે, તેમને પ્રોત્સાહિત કરવાના હેતુથી આ પગલું ભરવામાં આવ્યું છે.

આ નિર્ણયથી રાજ્યના ઔદ્યોગિક ક્ષેત્રે અત્યંત સકારાત્મક સંદેશ ગયો છે અને પર્યાવરણ સુરક્ષા સાથે ઔદ્યોગિક વિકાસનો સમન્વય સાધવાની બોર્ડની કટિબદ્ધતા પુનઃ સાબિત થઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh