Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાંથી ત્રણ બાઈકની થયેલી ચોરી અંગે ભેદ ઉકેલાયોઃ ૪૦ હજારના વાહન જપ્ત

એક શખ્સ તથા કાયદાથી સંઘર્ષિત બે પકડાયાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨: જામનગરના ત્રણ વિસ્તારમાંથી જુદા જુદા સમયે ચોરાઈ ગયેલા ત્રણ મોટરસાયકલ સાથે પોલીસે એક શખ્સ તથા કાયદાથી સંઘર્ષિત બે કિશોરને પકડી પાડી ત્રણેય ચોરાઉ વાહન કબજે કર્યા છે.

જામનગરના સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાંથી જુદા જુદા સમયે ત્રણ મોટરસાયકલની ચોરી થયાની ફરિયાદ નોંધાવાઈ હતી. જેની તપાસ પીઆઈ એચ.વી. રાઠોડના વડપણ હેઠળ સ્ટાફ દ્વારા શરૂ કરાઈ હતી.

તપાસમાં કેટલાક સીસીટીવી ફૂટેજ ચકાસ્યા પછી પોલીસે ખેતીવાડી ફાર્મ પાસે બાવરીવાસમાં રહેતા સન્ની જેસીંગ કોળી તથા કાયદાથી સંઘર્ષિત બે કિશોરની અટકાયત કરી હતી. આ શખ્સો પાસેથી જીજે-૧૦-પી ૬૯૨૪, જીજે-૧૩-એલ ૧૮૦, જીજે-૧૦-એબી ૮૭૫૭ નંબરના ત્રણ હીરો મોટરસાયકલ મળી આવ્યા હતા. આ વ્યક્તિઓએ ઉપરોક્ત વાહનની ચોરી કર્યાનું કબૂલ્યંુ છે. કુલ રૂ।.૪૦ હજારના વાહન કબજે કરાયા છે. હેન્ડલ લોક કર્યા વગર રાખવામાં આવેલા મોટરસાયકલને આ શખ્સો વાયર કાપી ચોરી કરી જતા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh