Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ત્રણ વર્ષ પહેલાં કરાયેલા ચેકીંગમાં પકડાઈ હતી વીજચોરીઃ
જામનગર તા. ૨: જામનગરના એક આસામીને ત્યાં કરાયેલા વીજ ચેકીંગમાં વીજચોરી મળી આવી હતી. આ આસામીને ત્રણ ગણો દંડ ફટકારવામાં આવ્યો છે. દંડ ભરવામાં ન આવે તો એક વર્ષની સજાનો હુકમ કરાયો છે.
જામનગરના સાતરસ્તા નજીક આવેલા મહાકાળી મંદિર પાસે વસવાટ કરતા ધીરૂભા લખુભા જાડેજા નામના આસામીના મકાનમાં ગઈ તા.૩-૩-ર૩ના દિને પીજીવીસીએલની ચેકીંગ ટૂકડીએ કરેલા વીજ ચેકીંગમાં આ આસામી વીજચોરી કરતા હોવાનો આક્ષેપ મૂકાયો હતો. ચેકીંગ શીટ, સ્થળ રોજકામ તથા એનેક્સર-૪ તૈયાર કરી વીજચોરી અંગે ઈલેકટ્રીક સિટી એક્ટની કલમ ૧૩૫ હેઠળ ફરિયાદ કરવામાં આવી હતી.
ઉપરોક્ત કેસ જામનગરની અદાલતમાં ચાલવા પર આવતા પાંચ સાક્ષી અને ઓગણીસ દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. તેને ગ્રાહ્ય રાખી અદાલતે ધીરૂભા લખુભા જાડેજાને વીજચોરીની રકમનો ત્રણ ગણો દંડ ફટકાર્યાે છે. દંડ ભરવામાં ન આવે તો એક વર્ષની કેદની સજા આપવામાં આવી છે. સરકાર તરફથી પીપી રાજેશ વશીયર રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial