પોરબંદરના ધરમપુરના શિક્ષક દ્વારા શિક્ષણક્ષેત્રમાં વૈશ્વિક ક્રાંતિ

ખંભાળિયા તા. ૪ઃ પોરબંદર જિલ્લાના ધરમપુર પ્રાથમિક શાળાના શિક્ષણ પુરણ ગોંડલિયાએ ુુુ. ૅર્ખ્તહ ઙ્ઘટ્ઠઙ્મૈઅટ્ઠ.ર્ષ્ઠદ્બ નામની વેબસાઈટ બનાવી છે. જે આજે વિશાળ વટવૃક્ષ સમાન બની ગઈ છે. જેમાં અલગ અલગ વિષયોની માહિતી અપાઈ છે. અત્યાર સુધીમાં ર૬ લાખ લોકોએ આ વેબસાઈટનો લાભ લીધો છે.

આ વેબસાઈટ એ સાગરરૃપ જ્ઞાનનો દરિયો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ વેબસાઈટમાં પ્રાથમિક કક્ષાએ શીખવાડાતા ૮ વિષયો તથા તેમાં આવતા એકમો માટે મલ્ટી મીડિયા પ્રેન્ઝન્ટેશન તથા અન્ય સંદર્ભ સાહિત્ય મૂકવામાં આવ્યું છે.

આ ઉપરાંત બાળ વાર્તાઓ માટે એમપી-૩ તથા બિડીઓ એપ્લીકેશન, મહાપુરુષોના જીવન પરિચય, દિન વિશેષ, કારકિર્દી માર્ગદર્શન, જનરલ નોલેજ, વાચવા લાયક પુસ્તકો, અંગ્રેજી, હિન્દી, સંસ્કૃત માટે વિશિષ્ટ સાહિત્ય એન્ડ્રોઈડ એપ્લીકેશન, જીવન ઘડતર વિષયોની વડિયોની વિશાળ ઉપલબ્ધી, કવિતાઓ તથા ગીતોનું વિશાળ કલેક્શન તથા ઓનલાઈન માર્ગદર્શનનો વિશાળ રેકોર્ડ રાજ્યમાં તેમણે કર્યો છે. પાઠ્ય પુસ્તકના ધો. ૮ ના ગુજરાતી વિષયમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે માર્ગદર્શન માટે એમસીક્યુ ક્વીઝની પણ કામગીરી થઈ છે. આ વેબસાઈટથી ઘેર બેઠા પણ લાભ મળશે.અન્ય સમાચારો

close
Ank Bandh 29 March
close
PPE Kit