બે પીઆઈને નાયબ પોલીસ અધિક્ષક તરીકે બઢતી આપતું રાજ્ય ગૃહવિભાગ

જામનગર તા. ૪ઃ રાજ્યના ૫ોલીસ તંત્રમાં ફરજ બજાવતાં બે પોલીસ ઈન્સ્પેક્ટરને  ગઈકાલે ડીવાય.એસ.પી. તરીકે બઢતી આપવામાં આવી છે. જામનગર એલસીબીમાં ફરજ બજાવી ગયેલાં એક અધિકારીને પણ ડીવાય.એસ.પી. તરીકે બઢતી મળી છે.

રાજ્યના ગૃહવિભાગ દ્વારા પોલીસ ઈન્સ્પેક્ટર (બિન હથિયારધારી) (વર્ગ-૨)માં ફરજ બજાવતાં  બે અધિકારીઓને ગઈકાલે નાયબ પોલીસ અધિક્ષક તરીકે બઢતી આપવામાં આવી છે.

અગાઉ જામનગરની ગુન્હાશોધક શાખામાં પીઆઈની ફરજ બજાવી ગયેલાં આર. એ. ડોડિયાને ગૃહ વિભાગે નાયબ પોલીસ અધિક્ષક તરીકે બઢતી આપી છે. તેઓને અમદાવાદમાં સિક્યોરિટી સુપ્રી.ની ખાલી પડેલી જગ્યા પર નિયુક્તિ આપવામાં આવી છે. તે ઉપરાંત પીઆઈ આઈ. એમ. કોંઢિયાને પણ ડીવાય.એસ.પી. તરીબે બઢતી આપી હાલમાં ખાલી પડેલી અમદાવાદ સ્થિત ગુજરાત રેલવે પોલીસ મુખ્ય મથકમાં મૂકવામાં આવ્યાં છે.અન્ય સમાચારો

close
Ank Bandh 29 March
close
PPE Kit