Advertisement

ગુજરાત વાલ્મિકી કર્મચારી સંઘના જામનગર શહેર-જિલ્લા યુનિયનના હોદ્દેદારો

જામનગર તા. ર૧ઃ ગુજરાત વાલ્મિકી કર્મચારી સંઘની કારોબારીની બેઠક રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના પૂર્વ અધ્યક્ષ મનહરભાઈ ઝાલાના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં ગુજરાત વાલ્મિકી કર્મચારી સંઘના જામનગર શહેર-જિલ્લાના યુનિયનના હોદ્દેદાર તરીકે શૈલેષભાઈ વેલજીભાઈ રાઠોડ (પ્રમુખ), જગદીશભાઈ લક્ષ્મણભાઈ રાઠોડ (મહામંત્રી), પ્રકાશભાઈ જેન્તિભાઈ વાઘેલા (ઉપપ્રમુખ), ગિરીશભાઈ એમ. મકવાણા (મંત્રી) અને કનુભાઈ વાઘેલા (ખજાનચી) ની સર્વાનુમત્તે વરણી કરવામાં આવી છે. નવા નિયુક્ત હોદ્દેદારોને ફૂલહાર પહેરાવી અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં. મિટિંગનું સંચાલન પ્રદેશ પ્રમુખ જેન્તિભાઈ ઝાલાએ અને આભારવિધિ પ્રદેશના મહામંત્રી મધુભાઈ વાળાએ કરી હતી.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit