Advertisement

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સામાજિક વનીકરણ વિભાગ દ્વારા વર્ચ્યુઅલ બેઠક

ખંભાળીયા તા. ૨૦ઃ જિલ્લા કલેકટર એમ.એ. પંડ્યાના અધ્યક્ષસ્થાને નાયબ વન સંરક્ષક આર ધનપાલ - સામાજિક વનીકરણ વિભાગ, મદદનીશ વન સંરક્ષક એચ.એન. કંટારીયા તથા જિલ્લા સંકલન  સહ ફરિયાદ સમિતિના તમામ સભ્યો તથા ખાનગી સંસ્થાઓ અને ઔદ્યોગિક એકમોની સાથે ધનિષ્ઠ વનીકરણ ઝુંબેશ ૨૦૨૧ અંતર્ગત વર્ચ્યુઅલ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટર એમ.એ.પંડ્યાએ ૭૨માં વન મહોત્સવ દરમિયાન ઘનિષ્ઠ વનીકરણ ઝુંબેશ અન્વયે જિલ્લામાં આવેલ સરકારી કચેરીઓ, ખાનગી સંસ્થાઓ, ઔદ્યોગિક એકમો, એન.જી.ઓ. તથા જિલ્લાના લોકો દ્વારા વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર થાય તેવા સૂચનો કર્યા હતાં.

વધુમાં કોરોના મહામારી દરમ્યાન લોકોને હવે ઓક્સિજનનું સાચુ મૂલ્ય સમજાયું છે તેમ જણાવી નાગરિકોને વૃક્ષારોપણ કરી પ્રાણવાયુમાં વધારો કરવા પણ સાતત્યથી પ્રયત્નો કરવા જણાવ્યું હતું. આ પ્રસંગે સામાજિક વનીકરણ વિભાગે - દેવભૂમિ દ્વારકાના નાયબ વન સંરક્ષક આર.ધનપાલે પણ જિલ્લામાં આવેલ વન વિભાગની ખાતાકીય નર્સરીઓથી રોપા મેળવી ઉત્સાહથી વૃક્ષારોપણમાં ભાગ લે તથા જિલ્લામાં આવેલ તમામ સરકારી, બિનસરકારી સંસ્થાઓ પણ ઘનિષ્ઠ વનીકરણ ઝુંબેશમાં જોડાય તેવી અપીલ કરી હતી.  મદદનીશ વન સંરક્ષક એચ.એન. કંટારીયાએ વૃક્ષારોપણ અને વનીકરણ અન્વયે ઉપસ્થિતોને માહિતગાર કર્યા હતાં. સામાજિક વનીકરણ વિભાગ-દેવભૂમિ દ્વારકા દ્વારા ચાલુ વર્ષે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વૃક્ષ રથ માટે કુલ ૨૦ રૃટોનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ખંભાળીયા તાલુકામાં ૩ રૃટ, કલ્યાણપુર તાલુકામાં ૪ રૃટ, ભાણવડ તાલુકામાં ૯ રૃટ અને દ્વારકા તાલુકામાં ૪ રૃટ દ્વારા જિલ્લાના કુલ ૧૭૪ ગામોમાં ૨.૦૫ લાખ રોટાનું વાવેતર-વિતરણ કરવામાં આવશે. રૃટવાઈઝ સુપરવિઝન માટે વન વિભાગના ક્ષેત્રીય કર્મચારીઓની નિમણૂક કરવામાં આવેલ તેમજ દરેક ગામ વાઈઝ સરપંચ, આચાર્યા અધિકારી-પદાધિકારી તથા રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને સ્ટાફના હસ્તે તથા લોકભાગીદારીથી સાર્વજનિક અને ધાર્મિક તેમજ શૈક્ષણિક સંસ્થાઓની જગ્યાઓ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit