દ્વારકાઃ રઘુવંશી સમાજ માટે આઈસોલેશનની સુવિધા શરૃ

દ્વારકા તા. ૧ઃ દ્વારકામાં રઘુવંશી સમાજના કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે લોહાણા મહાજન વાડીમાં આઈસોલેશનની સુવિધા શરૃ કરવામાં આવી છે.

દ્વારકા લોહાણા મહાજન, જલારામ મંદિરના રઘુવંશી સોશ્યલ ગ્રુપ સહિતની રઘુવંશી સંસ્થાઓના સહયોગથી આ સેવાકાર્ય શરૃ કરાયું છે. અહીં રહેવા-જમવા તથા દવાની સુવિધા આપવામાં આવશે, તેમજ બે નર્સિંગ કર્મી પણ સેવા આપશે. વધુ વિગતો માટે ઈશ્વરભાઈ ઝાખરીયા, અશ્વિનભાઈ ગોકાણી, કનુભાઈ હિંડોચા અને રસીકલાલ દાવડાનો સંપર્ક કરવા જણાવાયું છે.અન્ય સમાચારો

close
Ank Bandh 29 March
close
PPE Kit