Advertisement

હાલારમાં બકરી ઈદ સાદગીથી ઉજવાઈઃ બજારમાં મંદીઃ કોરોના નાબુદી માટે દૂઆ

જામનગર તા. ૨૧ઃ જામનગરમાં ઈદ-ઉલ-અઝહા (બકરી ઈદ)ના દિવસે જામનગર શહેર જિલ્લામાં તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુસ્લિમ સમુદાય દ્વારા સરકારના આદેશ અનુસાર મસ્જિદમાં ઓછી સંખ્યામાં અને ઘરે-ઘરે ઈદની નમાઝ અદા કરી અલ્લાહના શુક્ર ગુજારી સર્વે માટે દુઆ કરવામાં આવી હતી.  આપણા દેશમાંથી શહેરમાંથી કોરોના વાયરસનો ખાત્મો થઈ જાય તે માટે મસ્જિદોમાં અને ઘરે-ઘરે દુઆ કરવામાં આવી હતી. ઈદની ખાસ ખરીદી કરવામાં મંદી જણાતી હતી. લોકો પાસે પૈસા ખૂટતા નિરસ વાતાવરણમાં ઈદની ઉજવણી કરવામાં આવી હતી. કાઝીએ ગુજરાત સૈયદ સલીમબાપુ નાનીવાલાએ કરેલ અનુરોધનો ચુસ્ત પણે લોકોએ પાલન કરેલ.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit