Advertisement

માનસિક અસ્થિર તરૂણી પર દુષ્કર્મ ગુજારનાર ચાર આરોપી ઝડપાયા: તરૂણી ગર્ભવતી બનતા ફૂટયો હતો ભાંડો

જામનગર તા. ૨૧ઃ જામનગરના સિક્કામાં વસવાટ કરતી માનસિક અસ્થિરતાવાળી એક તરૃણી પર સાતેક મહિના પહેલાં ચાર શખ્સોએ દુષ્કૃત્ય આચર્યા પછી આ તરૃણી ગર્ભવતી બની ગઈ હતી. આ બાબતની પોલીસમાં ફરિયાદ થયા પછી પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી ઘનિષ્ઠ પૂછપરછ આરંભી છે. જામનગર નજીકના સિક્કામાં વસવાટ કરતી અને માનસિક અસ્થિરતાનો ભોગ બનેલી તરૃણી પર છેલ્લાં સાતેક મહિનામાં કેટલાંક શખ્સોએ અવારનવાર દુષ્કર્મ ગુજારતાં આ તરૃણી ગર્ભવતી બની ગઈ હતી.

વારંવારના દુષ્કર્મના કારણે આ તરૃણી પાંચેક મહિનાનો ગર્ભ ધારણ કરી રહી હતી. આ બાબતની સિકક્કા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાયા પછી પોલીસે આઈપીસી, પોકસો વગેરે કલમો હેઠળ ગુન્હો નોંધી હાથ ધરેલી તપાસ દરમ્યાન આ સગીરા પર દુષ્કર્મ ગુજારવાના આરોપસર અસલમ મામદ સંઘાર, સલીમ ઓસમાણ ઘોડીવાલા, નવાઝ શબ્બીર સફીયા, સત્તાર અઝીઝ ખીમાણી નામના ચાર શખ્સને પોલીસે અટકાયતમાં લીધા છે.

ઉપરોકત ચારેય આરોપીઓને કોવિડ ટેસ્ટ માટે રજૂ કરવામાં આવ્યા પછી તેઓની ધરપકડ કરી પોલીસે દુષ્કર્મ કેસમાં તેઓની સાથે અન્ય કોઈની સંડોવણી છે કે કેમ? વગેરે બાબતોની ઘનિષ્ઠ પૂછપરછ શરૃ કરી છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit