સૃષ્ટિ વિરૃદ્ધનું કૃત્ય આચરનાર આરોપીની પોલીસ દ્વારા અટકાયત

ખંભાળિયા તા. ૪ઃ ઓખામંડળના એક ગામના સાડા અગિયાર વર્ષના બાળક પર સૃષ્ટિ વિરૃદ્ધનું કૃત્ય આચરનાર શખ્સને પોલીસે પકડી પાડયો છે. તેનો કોવિડ ટેસ્ટ કરાવ્યા પછી ધરપકડની તજવીજ કરાઈ છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળના એક ગામમાં વસવાટ કરતાં પરિવારના સાડા અગિયાર વર્ષના બાળકને મોઢે મુંગો આપી બળજબરીપૂર્વક પોતાના ઘરમાં ઢસડી જઈ ભીમરાણા ગામના ભાવેશ પરમાર નામના દેવીપૂજક શખ્સે સૃષ્ટિ વિરૃદ્ધનું કૃત્ય આચર્યાની પોલીસમાં ફરિયાદ થઈ હતી.

સમગ્ર જિલ્લામાં ચકચાર જગાવનાર આ કિસ્સાની પોલીસે તાત્કાલિક તપાસ શરૃ કર્યા પછી આરોપી ભાવેશ પરમાર પોલીસની ગીરફ્તમાં આવી ગયો છે. આઈપીસી તેમજ પોક્સો એક્ટ હેઠળ નોંધાયેલા ગુન્હામાં આરોપી ભાવેશની દેવભૂમિ દ્વારકા એસસી-એસટી સેલના ડીવાયએસપી સમીર સારડાએ અટકાયત કર્યા પછી તેને કોવિડ ટેસ્ટ માટે મોકલવાની તજવીજ કરી છે.અન્ય સમાચારો

close
Ank Bandh 29 March
close
PPE Kit