Advertisement

મોટી ગોપ ગામમાં ખાનગી કંપની દ્વારા ગૌચરની જમીન પર દબાણઃ ખનિજ ચોરી

જામજોધપુર તા. ર૧ઃ જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામમાં રેવન્યુ સર્વે નં. ર૬૭ તથા સર્વે નં. ૮ર૮, ક્ષેત્રફળ હે.આરે. ચો.મી. ર૬-૮૭-૮૪ ની જમીનમાં ર૭-૧૯૯૯ ના સરકારી મહેસુલ વિભાગના ઠરાવથી જેટકો કંપનીને રર૦ કે.વ. સબસ્ટેશન બનાવવા આપવામાં આવી હતી. આ કંપનીએ અંદાજે દસેક વીઘા જમીન ઉપર ગેરકાયદે દબાણ કરી કબજો કરી લીધો છે. તેમાં એક વીઘા જમીનમાં ખોદકામ કરી ખનિજ ચોરી કરી છે. ગૌચરની જમીન ઉપર થાંભલા ઊભા કરી દીધા છે.

જેટકો કંપની તથા કીન્ટેક્ષ સીનર્જી કંપનીએ બાકીની ગૌચરની જમીન ઉપર પથ્થરાઓ નાંખી દીધા છે અને મંજુરી વગર કબજો કર્યો છે.

આ અંગે કોર્ટે જિલ્લા કલેક્ટરને યોગ્ય કાર્યવાહી કરવા હુકમ કર્યો છે. જિલ્લા કલેક્ટરે જવાબદાર અધિકારીને સૂચના આપી હોવા છતાં દબાણો હટાવવાની કોઈ કાર્યવાહી થઈ નથી.

આ પ્રશ્ને મોટી ગોપના આગેવાન હસમુખભાઈ સોલંકીએ જિલ્લા કલેક્ટર તથા ગુજરાત હાઈકોર્ટમાં તાકીદે દબાણો દૂર કરવા તથા ધોરણસરની કાર્યવાહી કરવા માંગણી કરી છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit