Advertisement

ગુજરાતમાં નાઈટ કર્ફયુ સાથે ર૯ શહેરોમાં લાગુ કરાયેલા નિયંત્રણને લંબાવાય તેવા સંકેતો

આજે સાંજે કોર કમિટીની બેઠકમાં લેવાશે નિર્ણયઃ

ગાંધીનગર તા. ૪ઃ ગુજરાતમાં વકરી રહેલા કોરોના વાઈરસને કાબૂમાં લેવા માટે રાજ્યના ર૯ શહેરોમાં લાગુ નિયંત્રણો હજુ લંબાવાય તેવા સંકેતો મળી રહ્યા છે. ગત્ ર૮ મીથી મીની લોકડાઉન જેવા નિયંત્રણો અમલી છે. હજુ દુકાનો-બજારો વગેરે બંધ રાખવી જરૃરી જણાય છે અને રાત્રિના ૮ થી સવારના ૬ સુધીનો કર્ફયુ પણ ચાલુ રહે તેવી શક્યતા છે.

ગુજરાતમાં કોરોનાની ચેઈન નોડવા કેન્દ્રના આદેશ અન્વયે લાગુ કરાયેલા સેમી લોકડાઉન જેવા નિયંત્રણો લંબાવવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. સરકારે ગત્ ર૮ મીથી લાગુ કરેલા વિવિધ પ્રકારના નિયંત્રણો હજુ ચાલુ રહે તેવી શક્યતા છે. આ અંગે આજે સાંજે કોર કમિટીની એક મિટિંગ મળવા જઈ રહી છે જેમાં અંતિમ નિર્ણય લેવાશે.

હજુ દુકાનો, બજારો ગેરે બંધ રાખવી જરૃરી હોવાનું અને રાત્રિનો કર્ફયુ પણ જરૃરી હોવાનું રાજ્ય સરકારનું માનવું છે. ગુજરાતમાં કોરોનાના વધી રહેલા કેસ અને મોતના આંકડાથી ચિંતિત રાજ્ય સરકારે ગત્ ર૮ મીએ રાજ્યના ર૯ શહેરોમાં મીની લોકડાઉન લાગુ કર્યું હતું જે અંતર્ગત દુકાનો, બજારો, મોલ, સિનેમાઘર, સ્વીમીંગ પુલ, જીમ, શોપિંગ સેન્ટરો વગેરે બંધ રાખવા અને ખાનગી તથા સરકારી કચેરીઓમાં પ૦ ટકાની હાજરીની જાહેરાત કરી હતી. હોટલ અને રેસ્ટોરન્ટમાં બેસીને ભોજન લેવાની મનાઈ ફરમાવવામાં આવી છે. માત્ર પાર્સલ સેવા જ ચાલુ છે.

હજુ કોરોના શાંત પડ્યો ન હોવાથી રાજ્ય સરકાર આ બધા નિયંત્રણો હજુ લંબાવે તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્યના ર૯ શહેરોમાં લાગુ રાત્રિનો કર્ફયુ પણ ચાલુ જ રહે તેવી શક્યતા છે. રાત્રિના ૮ થી સવારના ૬ સુધીનો કર્ફયુ હાલ અમલી છે જેનું કડકાઈથી પાલન કરવામાં આવી રહ્યું છે.

કેન્દ્ર સરકારે લોકડા.ન સહિતની બાબતોનો નિર્ણય લેવાની સત્તા રાજ્ય સરકારોને આપી હોવાથી હવે રાજ્યો પોતપોતાની રીતે નિર્ણય લઈ રહ્યા છે. આજે સાંજે કોર કમિટીની મિટિંગમાં વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરી મહત્ત્વના નિર્ણયો લેવામાં આવે તેવી શક્યતા છે. અત્રે એ નોંધનીય છે કે, કેન્દ્ર સરકારને સુપ્રિમ કોર્ટ અને ટાસ્કફોર્સે ૧પ દિવસના લોકડાઉનની ભલામણ કરી છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit