Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અલ્પેશ દોંગા સામે ત્રીજી ફરિયાદ નોંધાઈઃ
જામનગર તા. ૩: રાજકોટના અલ્પેશ દોંગા સામે તગડા વ્યાજે વસૂલીને ખેડૂતોની જમીન પચાવી લેવા અંગે સતત બે દિવસથી ફરિયાદો નોંધાઈ રહી છે. જેમાં ગઈકાલે પણ વધુ એક ખેડૂતે પોતાની જમીન પચાવી પાડવા અંગે તેમજ વ્યાજ વસૂલવા અંગે કુલ પાંચ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
મૂળ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના માખાકરોડ ગામના એ હાલ ગોંડલમાં રહેતા ધનજીભાઈ હીરાભાઈ મોરીએ પોતાની પાસે વ્યાજની ઉઘરાણી કરી જમીનના દસ્તાવેજો કરાવી લેવા અંગે રાજકોટના અલ્પેશ દોંગા, અમિત પટેલ, નિમેશભાઈ બાબુભાઈ રામાણી અને બાબુભાઈ નરશીભાઈ રામાણી તેમજ ઢોલરા ગામ તા. લોધીકાના ભારતીબેન રમેશભાઈ પરસાણા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
આ ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીઓએ કાવતરૂ રચીને ફરિયાદી ખેડૂતની નાણાકીય ભીંસ અને ગેરલાભ લઈને આરોપી અલ્પેશ દોંગાએ તેમને રાજકોટમાં પટેલ ઈન્વેસ્ટમેન્ટ નામની ઓફિસમાં બોલાવી સિક્યુરિટી પેટે ખેડૂતની જમીનનો દસ્તાવેજ કરાવી પૈસા ગીર્યા હતા અને માસિક ત્રણ ટકાના વ્યાજ લેખે રૂ।.૪૮ હજારની કડક ઉઘરાણી કરી હતી. તેમજ આ ખેડૂતની જમીનનો દસ્તાવેજ ભારતીબેન રમેશભાઈ પરસાણાના નામે કરાવી ખેડૂત સાથે વિશ્વાસઘાત કર્યાે હતો. તેમજ આરોપી અમિત પટેલે ખેડૂતને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને કોરા ચેક કઢાવી લીધ હતા તથા આરોપી અમિત તથા નિમેશ રામાણીએ ફરિયાદી ખેડૂતની જમીનનો પ્રથમ દસ્તાવેજ રદ્દ કરવાનું કહી બાબુભાઈ નરશીભાઈ રામાણીના નામે કરાવડાવી લીધો હતો.
જાન્યુઆરી ૨૦૨૨થી જુલાઈ ૨૦૨૨ દરમિયાનના આ બનાવ અંગે ગઈકાલ તા.૧ ઓક્ટોબર ૨૦૨૬ના રાત્રે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. જેની તપાસ પોલીસ ઈન્સ. પી.ટી. જયસ્વાલ ચલાવી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial