Advertisement

કોવિડ-૧૯ દરમ્યાન રાખવાની તકેદારી અંગે માર્ગદર્શન તાલીમનું આયોજન કરાયું

જામનગર તા. ૨૧ઃ જામનગર જિલ્લા પંચાયતની આઈસીડીએસ શાખા દ્વારા આગાખાન એજન્સી ફોર હેબીટેટ, યુનિસેફ તથા નાયરા એનર્જીના સંયુકત ઉપક્રમે કોવિડ-૧૯ના સમયમાં હેન્ડવોશનું મહત્ત્વ વિષય પર વર્ચ્યુઅલ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં પ્રોગ્રામ ઓફિસર ડો. ચંદ્રેશ ભાંભી દ્વારા તમામને આવકારી કોવિડની સ્થિતિમાં હેન્ડવોશનું મહત્ત્વ અને પોષણમાસમાં તે અંગે વધુને વધુ જાગૃતિ ફેલાવવા પ્રયાસો કરવા માર્ગદર્શન પુરૃ પાડ્યું હતું. પ્રાદેશિક નાયબ નિયામક (આરોગ્ય) ડો. બીના વડાલીયા દ્વારા કોવિડ દરમ્યાન હેન્ડવોશ અને રસીકરણના મહત્ત્વ વિશે માહિતી પુરી પાડી વધુમાં વધુ લોકોનું રસીકરણ થાય તે માટે જાગૃત કરવા જણાવ્યું હતું. પ્રાદેશિક નાયબ નિયામક અંકુરબેન વૈદ્ય દ્વારા પોષણમાસ ઉજવણી અને દરેક આંગણવાડી કેન્દ્રમાં સ્વચ્છતા અને આંગણવાડીના લાભાર્થીઓ સુધી હેન્ડવોશનો સંદેશ પહોંચાડવા બાબતે માર્ગદર્શન આપ્યું હતું. ડો. વિકાસબેન દેસાઈ હેલ્થ એન્ડ ન્યુટ્રીશન એકસપર્ટ દ્વારા કોરોના કાળમાં માસ્કનો યોગ્ય રીતે ઉપયોગ અને સોશ્યલ ડિસ્ટનસીંગ પર ભાર મુકયો હતો. આગાખાન સંસ્થાના કોઓર્ડીનેટર મંજરી શાહ દ્વારા તાલીમને અનુરૃપ ઉદબોધન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં આઈસીડીએસના બાળ વિકાસ યોજના અધિકારીઓ, મુખ્ય સેવિકાઓ તથા આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો બહોળી સંખ્યામાં જોડાયા હતાં.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit