સિક્કા-વડોદરાના જીએસઅફસીમાં તમામ પ્લાન્ટો તથા કચેરીઓ બંધ રહેશે

જામનગર તા. ર૬ઃ કોરોના વાયરસનો રોગચાળો વિશ્વ માટે સંભવિત જોખમ બની ગયો છે અને આ વાયરસ સામે લડવાનો એકમાત્ર વિકલ્પ સોશ્યલ ડિસ્ટન્સીંગ અને સેલ્ફ આઈસોલેશન છે. હાલની સ્થિતિને કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય આફત જાહેર કરવામાં આવી છે.

રાજય અને કેન્દ્ર સરકારના નિર્ણયોને અનુલક્ષીને નિવારક પગલાં લેવાની વિચારણા સાથે જીએસએફસી મેનેજમેન્ટ દ્વારા તેના વડોદરા અને સિક્કા (જિલ્લા જામનગર) ખાતેના તમામ મેન્યુફેકચરીંગ યુનિટ તથા તમામ કચેરીઓની કામગીરી રપ માર્ચ-ર૦ર૦ થી આગળની નોટીસ સુધી બંધ કરવાનો નિર્ણય લીધો છે. તમામ પ્લાન્ટો અને કચેરીઓ ફરી શરૃ કરવાનો નિર્ણય યોગ્ય સમયે એકંદરે પરિસ્થિતિ અને રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાઓના આધારે લેવામાં આવશે.

close
Nobat Subscription