જામનગર સહિત ગુજરાતમાં પેટ્રોલ પંપો સવારે ૮ થી સાંજે ૪ સુધી જ રહેશે ખૂલ્લા

જામનગર તા. ર૬ઃ કોરોના વાઈરસના દહેશત વચ્ચે અમુક આવશ્યક સેવાઓ ચાલુ હોય, હવે તેને પણ મર્યાદિત કરવામાં આવી રહી છે.

પેટ્રોલ પંપો હવે સવારે ૮ થી સાંજે ૪ સુધી જ ખુલ્લા રાખવાનો નિર્ણય ગુજરાત પેટ્રોલિયમ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યો છે. કોરોનાના હાઉ વચ્ચે સમગ્ર ભારત લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ અમુક આવશ્યક સેવાઓ ચાલુ રાખવામાં આવી રહી છે. પેટ્રોલ પંપો પણ ચાલુ જ છે, પરંતુ તેમના એસોસિએશન દ્વારા લેવામાં આવેલા નિર્ણય મુજબ હવે સવારે ૮ થી સાંજે ચાર વાગ્યા સુધી જ એટલે કે આઠ કલાક જ ખુલ્લા રાખવામાં આવશે. જામનગર જિલ્લામાં આશરે ૧પ૦ થી વધુ પંપો દ્વારા આજથી આ નવા નિર્ણયની અમલવારી શરૃ કરી દેવામાં આવી છે.

close
Nobat Subscription