દસમી ડિસેમ્બરથી વેરાવળ-ત્રિવેન્દ્રમ્ વચ્ચે સ્પેશ્યલ ટ્રેન

સંપૂર્ણ આરક્ષિત આ ટ્રેન માટે ર૩ નવે.થી બુકીંગ શરૃઃ

જામનગર તા. ર૧ઃ પશ્ચિમ રેલવે દ્વારા વેરાવળ-ત્રિવેન્દ્રમ્ વચ્ચે આગામી તારીખ ૧૦ ડિસેમ્બરથી વિશેષ ટ્રેન દોડાવવામાં આવનાર છે. વેરાવળથી દર ગુરુવારે આ ટ્રેન રવાના થશે. ટ્રેન નંબર ૦૬૩૩૩ વેરાવળથી તા. ૧૦ થી દર ગુરુવારે સવારે ૬-૪૦ કલાકે રવાના થશે અને ત્રીજા દિવસે સવારે ૪ વાગ્યે ત્રિવેન્દ્રમ્ પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર ૦૩૩૩૪ ત્રિવેન્દ્રમ્થી વિશેષ ટ્રેન તા. ૭-૧ર-ર૦ર૦ થી દર સોમવારે બપોરે ૩-૪૦ કલાકે રવાના થશે અને ત્રીજા દિવસે ૧પ-૪પ કલાકે વેરાવળ પહોંચશે.

આ ટ્રેન બન્ને તરફ કેશોદ, જૂનાગઢ, નવાગઢ, ગોંડલ, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, આણંદ, વડોદરા, અંકલેશ્વર, સુરત, નવસારી, વલસાડ, વાપી, બોઈસર, વસઈ રોડ, ભિવંડી રોડ, પનવેલ, ખેડ, રત્નાગીરી, કુંદાલ, કરમળી, મડગાંવ, કારવાર, અકોલા, બિંદુર, કુંદપરા, ઉડુપી, મેંગલુરુ જં. કાસરગોડ, કાંજન ગાડ, કણુર, તલચેરી, કોષિક્કડ, તિરૃર, કુટીટ્યુરમ્, પટામિલી, ખોરણૂંર, તૃથ્થર, આલુવા, એરણા કુલમ, કોટયમ, તિરૃવલ્લા, મેંગનુર અને કોલમ સ્ટેશને ઊભી રહેશે. આ સંપૂર્ણ આરક્ષિત ટ્રેનનું બુકીંગ તા. ર૩ નવેમ્બરથી શરૃ થશે.

close
Ank Bandh
close
PPE Kit