Advertisement

સામાન કાઢવા ચાવી લઈ ગયેલા શખ્સે મકાન પર જમાવી લીધો કબ્જો

દ્વારકા તથા રાણ ગામના બે શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ નોંધાયો ગુન્હોઃ

જામનગર તા. ૨૪ઃ દ્વારકા શહેરમાં રહેતાં એક આસામીના બંધ મકાનમાંથી સામાન કાઢવાના બહાને ચાવી લઈ ગયેલા એક શખ્સે તે મકાન પર કબ્જો જમાવી લેતાં મૂળ માલિકે પોલીસમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે. જ્યારે કલ્યાણપુરના રાણમાં એક શખ્સે વાડા પર કબ્જો કરતાં તેની સામે પણ જમીન પચાવી પાડવાના કાયદા હેઠળ ફરિયાદ કરાઈ છે.

દ્વારકા શહેરના હોમગાર્ડ ચોકમાં વસવાટ કરતાં જયભાઈ ચંદુભાઈ ધોકાઈ નામના લોહાણા આસામીનું દ્વારકા શહેરના રેતવાપાડા વિસ્તારમાં એક મકાન આવેલું  છે. તે મકાનમાં જયભાઈએ તાળું મારી રાખ્યું છે. તે દરમ્યાન વર્ષ ૨૦૧૮ના ફેબ્રુઆરી મહિનામાં દીપક જમનાદાસ થોભાણી નામના શખ્સે મકાનમાંથી સામાન કાઢવા માટે ચાવી આપવા જયભાઈને કહેતાં તેઓએ વિશ્વાસમાં આવીને ચાવી આપી હતી. દીપકે તેમાં વસવાટ શરૃ કરી દીધો હતો.

આ મકાન જયભાઈ ધોકાઈએ વેચાણથી લીધું હોવાનું અને તેઓની માલિકી હોવાનું જાણવા છતાં દીપક થોભાણીએ તે મકાનમાં કબ્જો જમાવી લીધો હતો. પોતાનું મકાન પરત મેળવવા જયભાઈએ અવારનવાર કહ્યું હોવા છતાં મકાન ખાલી ન કરતાં દીપક થોભાણી સામે આખરે ગઈકાલે જયભાઈએ દ્વારકા પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુન્હો નોંધ્યો છે અને ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરીએ તપાસ શરૃ કરી છે. કલ્યાણપુર તાલુકાના રાણ ગામના પ્લોટ વિસ્તારમાં વસવાટ કરતાં રણછોડભાઈ કાનાભાઈ નકુમ તથા તેમના ભાઈઓની માલિકીનો વાડો રાણ ગામના ખાતા નંબર ૧૨૧૫ વાળી જગ્યામાં ૩૧૦૦ ફુટમાં આવેલો છે.

અંદાજે રૃા. પોણા લાખની કિંમત ધરાવતા આ વાડા પર રાણ ગામના જ ભીમા હરદાસ નકુમે પાંચેક વર્ષ પહેલાં કબ્જો જમાવી લેતાં રણછોડભાઈએ પોતાનો વાડો પરત મેળવવા પ્રયત્ન કર્યો હતો. તેમ છતાં વાડો ખાલી કરીને માલિકને ન અપાતા કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં ગઈકાલે ગુજરાતના જમીન પચાવી પાડવાના પ્રતિબંધક અધિનિયમ-૨૦૨૦ (લેન્ડ ગ્રેબિંગ એકટ) હેઠળ ભીમા હરદાસ નકુમ સામે ફરિયાદ નોંધાવી છે. આ કેસની તપાસ એસસી-એસટી સેલના ડીવાયએસપી સમીર સારડાએ હાથ ધરી છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit