કલ્યાણપુરના બોક્સાઈટ કૌભાંડમાં તપાસનો ધમધમાટ બનાવાયો ઘનિષ્ઠ

ખંભાળીયા તા. ૪ઃ કલ્યાણપુર તાલુકામાંથી આર.આર. સેલએ બોક્સાઈટ ચોરીનું કૌભાંડ પક્ડયા પછી તેની તપાસ કરી રહેલા જામનગરના ડીવાયએસપીએ તપાસને વધુ ઘનિષ્ઠ બનાવી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગયા સપ્તાહે રાજકોટ રેન્જના આઈજીની આરઆર સેલે દરોડો પાડી ગેરકાયદેસર ખનન કરાયેલું રૃા. ૧૪ કરોડનું બોક્સાઈટ પકડી પાડ્યું હતું. આ દરોડાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા પછી દ્વારકાના એસપી રોહન આનંદે કલ્યાણપુરના પીએસઆઈ ઓડેદરાની તાકીદની અસરથી બદલી કરી નાખી હતી. જ્યારે આઈજીએ ખાસ સૂચના આપી આ કેસની તપાસ જામનગરના સીટી ડીવાયએસપી અજયસિંહ જાડેજાને સોંપવાનો હુકમ કર્યો હતો. જેના પગલે તેઓએ તપાસની ધુરા સંભાળી છે. વર્ષો પહેલાં કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં પીએસઆઈની ફરજ બજાવી ગયેલા હાલના ડીવાયએસપી એ.પી. જાડેજાએ તપાસનો ધમધમાટ શરૃ કરી જે જગ્યામાંથી બોેકસાઈટનો જથ્થો ઝડપાયો હતો તે જગ્યા ડાડુ આહિરની ધરપકડ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા હતાં તે ઉપરાંત ડમ્પર ચાલકોની પણ રિમાન્ડ મેળવી હતી. આગામી દિવસોમાં આ કેસમાં વધુ ધરપકડ તોળાઈ રહી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit