| | |

વાંકીયા સેવા સહકારી મંડળી વિરૃદ્ધ ગેરકાયદે આર્થિક વ્યવહાર અંગે ફરિયાદ

જામનગર તા. ૨૩ઃ જામનગરના કાંતિલાલ નરશી ભીમાણી ધ્રોલ તાલુકાના મોજે વાંકીયા ગામે ખેતીની જમીન ધરાવે છે તેમને વાંકીયા સેવા સહકારી મંડળીમાંથી અચાનક ધિરાણના વ્યાજના નાણા ભરપાઈ કરવા મંડળીમાંથી ફોન આવ્યો હતો.

પીડિત કાંતિલાલ નરશી ભીમાણી દ્વારા તેમણે કોઈ લોન લીધી ન હોવાની તેમજ આ અંગે ધી જામનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેંક લિમિટેડની ધ્રોલ શાખામાંથી તેમના નામે મંડળીએ ગેરકાયદે નાણાકીય વ્યવહારો કર્યા હોવાનો આક્ષેપ સાથે આ મુદ્દે તપાસ કરી જવાબદારો સામે પગલા લેવા કલેક્ટર સમક્ષ રજુઆત કરવામાં આવી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit