| | |

નવસર્જન ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં ગાંધીજી-શાસ્ત્રીની જન્મજયંતી ઉજવાઈ

જામનગર તા. ૧૦ઃ ચંદરયા ચેરીટેબલ ફાઉન્ડેશન સંચાલિત નવસર્જન ઉત્તર બુનિયાદી વિદ્યાલય નાઘુનામાં ગાંધી જયંતી તથા લાલબહાદુર  શાસ્ત્રીના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સર્વપ્રથમ પ્રાર્થનાસભા કરવામાં આવી હતી.

શાળાના આચાર્ય શંભુભાઈ સોલંકી દ્વારા ગાંધીજીની ૧પ૦ મી જન્મ જયંતી નિમિત્તે ગાંધીજીને સૂતરની આંટી પહેરાવી તેમને પ્રિય એવું ભજન 'વૈષ્ણવ જન તો તેને રે કહીએ' વિદ્યાર્થી સમક્ષ રજૂ કર્યું હતું. શાળાના સાયન્સ શિક્ષક કે.આર. ભૂવા, વ્યાયામ શિક્ષક આર.બી.  રાઠોડ  તેમજ શાળાના આચાર્ય શંભુભાઈ સોલંકી દ્વારા ગાંધીજીના ઉમદા વિચારો, સાદુ સંયમી જીવન, અહિંસક ભાવ, પરોપકારી જીવન, નિયમિતતા, શિસ્તના આગ્રાહી, સરળ સ્વભાવ જેવા ગુણોને વિદ્યાર્થી સમક્ષ વ્યક્ત કરી તેને જીવનમાં ઉતારવાનો ઉત્તમ સંદેશો આપ્યો હતો. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ગાંધી જીવન દર્શન પર સચિત્ર પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું. તેવી જ રીતે લાલબહાદુર શાસ્ત્રીના જન્મ દિનની ઉજવણીના ભાગરૃપે કર્મયોગી લાલબહાદુર શાસ્ત્રીના જીવન પ્રસંગોને તાજા કરી વિદ્યાર્થીઓને આ વીરલ વ્યક્તિનો પરિચય કરાવવામાં આવ્યો હતો. 'સ્વચ્છ ભારત મિશન' રાષ્ટ્રીય અભિયાનના ભાગરૃપે શાળાના વ્યાયામ શિક્ષક આર.બી. રાઠોડે વિદ્યાર્થીઓને સ્વચ્છતાના શપથ લેવડાવ્યા હતાં. આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા અભિયાનના પ્રવૃત્તિરૃપે શાળા સફાઈ તથા રૃમ સફાઈ કરવામાં આવી હતી.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit