જામનગરના એકાંતરા-અપૂરતો પાણી પુરવઠો મળતો હોવાથી લોકોમાં રોષ

જામનગર તા. ૧૩ઃ જામનગરમાં અનેક પ્રાથમિક સુવિધામાં સુધારાની જરૃરિયાત છે. ખાસ કરીને પીવાનું પાણી વર્ષોથી એકાંતરા અને અપૂરતું મળી રહ્યું છે. ઉપરાંત રખડતા ઢોર, ટ્રાફિક સહિતના પ્રશ્નો નગરજનોને સતાવી રહ્યા છે.

જામનગર વોચ ડીલર્સ એસોસિએશનના પ્રમુખ હરિભાઈ જોગિયાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, જામનગર મહાનગરપાલિકા દ્વારા એકાંતરા પાણી વિતરણ કરવામાં આવે છે, તો પણ અપૂરતા ફોર્સથી અને ર૦ થી ૩૦ મિનિટ પાણી મળે છે, જે ખૂબ જ અપૂરતું છે. નગરજનો પૂરો વાર્ષિક પાણી વેરો ભરે છે, છતાં અડધુ વર્ષ પાણી મળે છે.

રાજ્યના પાટનગરમાં ર૪ કલાક પાણી મળે છે, જ્યારે નગરમાં દરરોજ પાણી વિતરણ થાય તેવી વ્યવસ્થા કરવી જોઈએ.

શહેરમાં ૧પપ કરોડના ખર્ચે ફ્લાયઓવરનું આયોજન થયું છે, પરંતુ જામનગરમાં મોટા શહેર મુંબઈ, સુરત જેવો ક્યાં ટ્રાફિક છે? ટ્રાફિકને નડતરરૃપ ગાયો રાજમાર્ગો ઉપર અડીંગો જમાવી બેઠી હોય છે. તેના નિરાકરણની જરૃરિયાત છે.

રખડતા ઢોરના કારણે અકસ્માતો થાય છે. ટ્રાફિક સમસ્યા સર્જાય છે. રખડતા ઢોર ઉપરાંત રઝળતા કૂતરા પણ નગરજનોને પરેશાન કરી રહ્યા છે. શહેરમાં ટ્રાફિક સિગ્નલો પાછળ લાખોનો ખર્ચ કરાયો છે, પરંતુ ટ્રાફિક શાખા દ્વારા તેનો ઉપયોગ થતો નથી. લોકોની પ્રાથમિક્તા પાણીની છે, ઓવરબ્રીજની નથી. વધારાના બધાયના સ્મશાનની સુવિધા પણ વર્તમાન સમયમાં જરૃરી છે.

આગામી સમયમાં મહાનગરપાલિકાની ચૂંટણીઓ યોજાનાર છે, ત્યારે આ પ્રશ્નને વાચા આપવામાં આવે તે જરૃરી છે.

close
Ank Bandh
close
PPE Kit