ગરમ પાણી માથે પડતા દાઝી ગયેલા વૃદ્ધાનું સારવારમાં મૃત્યુ

જામનગર તા. ૧૯ઃ જોડીયાના મોરાણા ગામમાં ઓછું દેખાતુ હતું તે વૃદ્ધા પર અકસ્માતે ગરમ પાણી પડતા તેઓનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યું છે.

જોડીયા તાલુકાના મોરાણા ગામમાં રહેતા પુરીબેન નથુભાઈ વઘોરા નામના ૭૫ વર્ષના વૃદ્ધા ગઈ તા. ૧૭ની સવારે પોતાના ઘરે ચુલા પર ગરમ કરવા મૂકેલું પાણી ઉપાડવા ગયા ત્યારે ઓછું દેખાતું હોય તે વૃદ્ધા પાણીના તપેલા સાથે પડી ગયા હતાં. આ વેળાએ ગરમ પાણી તેમના પર ઢોળાતા દાઝી ગયા હતાં.

સારવાર માટે જોડીયાની રેફરલ હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં લાવવામાં આવેલા પુરીબેનનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. ગણેશભાઈ નથુભાઈ વઘોરાએ પોલીસને જાણ કરી છે. મૃતદેહને પીએમ માટે ખસેડી જમાદાર પી.ડી. જરૃએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit