Advertisement

'ગોલ્ડન' બ્રાન્ડની વિશાળ અને યુનિક જ્વેલરી કલેક્શનની પ્રસ્તુતિ

શ્રી લક્ષ્મી જ્વેલર્સમાં 'ગોલ્ડન આઉટલેટ'નું ભવ્ય આયોજન...

જામનગરના વાલકેશ્વરી વિસ્તારમાં આવેલા વિશાળ શ્રી લક્ષ્મી જ્વેલર્સના શો-રૃમમાં બે દિવસ માટે એક્સ્ક્લુઝિવ 'ગોલ્ડન' આઉટલેટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેનો શુભારંભ વિમલાબેન વાઘાણી તથા લક્ષ્મીબેન પટેલના વરદ્દ હસ્તે કરવામાં આવ્યો હતો. તા.૨૪ અને ૨૫ જુલાઈના સવારે ૧૦ થી રાત્રે ૮ વાગ્યા સુધી યોજાનાર આ 'ગોલ્ડન આઉટલેટ'માં અદ્યતન ડિઝાઈનર યુનિક જ્વેલરીની વિશાળ રેન્જ પ્રસ્તુત કરવામાં આવી છે. આ ગોલ્ડન આઉટલેટ પ્રસંગે 'નોબત' પરિવારના ચેતનભાઈ માધવાણી, શિલ્પાબેન માધવાણી, પ્રવીણભાઈ માડમ, સનતભાઈ મહેતા તથા અસંખ્ય શુભેચ્છકો -ગ્રાહકોએ મુલાકાત લીધી હતી. એક્સ્કલુઝિવ ગોલ્ડન આઉટલેટનું આયોજન સૂરજભાઈ વાઘાણી, દીપકભાઈ વાઘાણી, દેવેન્દ્રભાઈ પટેલ તથા કલ્પેશભાઈ પટેલે કર્યું છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit