Advertisement

રાંધણગેસના બાટલામાંથી લીકેજ થતાં આગનું છમકલું

જામનગર તા. ૧૩ઃ જામનગરના રણજીત રોડ પર આવેલા નવીવાસમાં એક મકાનમાં ગઈકાલે રાત્રે રાંધણગેસના બાટલામાંથી લીકેજ થયા પછી આગનો છમકલું થયું હતું. ફાયરના જવાનોએ સિલિન્ડર બહાર કાઢી લઈ આગ પર નિયંત્રણ મેળવ્યું હતું.

જામનગરના બેડી નાકાથી દીપક ટોકિઝ વચ્ચેના રણજીત રોડ પર આવેલી નવીવાસમાં વસવાટ કરતાં શાંતિભાઈ અરજણભાઈ ડોણાસીયા નામના આસામીના મકાનમાં ગઈકાલે રાત્રે આઠેક વાગ્યે રાંધણગેસના બાટલામાંથી ગેસ લીક થયા પછી આગનું છમકલું થયું હતું. જેની કોઈએ ફાયરબ્રિગેડને જાણ કરતાં કાફલો ધસી આવ્યો હતો.

ફાયરના જવાનોએ લીકેજ થઈ રહેલા બાટલાને તાત્કાલિક બહાર કાઢી લઈ આગને વધુ પ્રસરતા અટકાવી હતી. અત્યંત ગીચ એવા આ વિસ્તારમાં આગનું છમકલું થતા થોડીક ક્ષણો માટે અફડાતફડી મચી ગઈ હતી. જો કે , ગણતરીની મિનિટોમાં આગ કાબૂમાં લઈ લેવાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit