Advertisement

દિગ્જામ રેલવે ફાટક પાસે એક શખ્સે ટ્રેન રોકાવવા પાટા પર મૂકી ગડગડતી

ટ્રેન થંભ્યા પછી નશાખોર શખ્સ પલાયનઃ

જામનગર તા. ૨૯ઃ જામનગરના દિગ્જામ વુલન મીલ નજીકના રેલવે ફાટક પરથી ગઈકાલે બપોરે પસાર થતી એક ટ્રેન આડે ખભ્ભે શર્ટ રાખી એક શખ્સે ગડગડતી મૂકી હતી. પાટા પર સામેથી કોઇ વ્યક્તિને દોડી આવતો જોઈ ડ્રાઈવરે ટ્રેન થંભાવી હતી. આ શખ્સ નશામાં હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું છે. પોલીસ તે સ્થળે પહોંચે તે પહેલાં ઉપરોકત શખ્સ સ્થળ પરથી ગાયબ થ ગયો હતો.

જામનગરના દિગ્જામ વુલન મીલ પાસે આવેલા રેલવે ફાટક પર ગઈકાલે એક ટ્રેન પસાર થતી હતી ત્યારે અચાનક જ નશામાં હોય તે પ્રકારનું વર્તન કરતો એક શખ્સ ટ્રેન સામે દોડવા લાગતાં ડ્રાઈવરે મહામહેનતે ટ્રેનને રોકી લીધી હતી.

ત્યાર પછી કોઈએ પોલીસને જાણ કરતાં રેલવે પોલીસ તથા સિટી 'સી' ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ ધસી આવ્યાં હતાં. પોલીસે ખભ્ભા પર શર્ટ રાખી ટ્રેન સામે દોડેલા શખ્સની શોધ શરૃ કરી છે. આ શખ્સ ચીક્કાર નશામાં હોવાનું ત્યાં એકઠાં થયેલા લોકોએ જણાવ્યું છે. ટ્રેન રોકાયા પછી, પોલીસ પહોંચે તે પહેલાં આ શખ્સને તેના પરિવારજનો સ્થળ પરથી લઈ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અફડતફડી વચ્ચે ટ્રેન થોડીવાર થંભેલી રહી હતી.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit