ખંભાળિયા-પોરબંદર માર્ગ પર જોખમી સ્પીડબ્રેકર

ખંભાળિયા તા. રપઃ ખંભાળિયા-પોરબંદર રોડ પર કણઝાર હોટલની આગળના ભાગમાં પુલ જર્જરીત હોય તથા ગાબડુ પડી ગયેલું હોય, રસ્તાની બન્ને બાજુ સ્પીડબ્રેકરો મોટા મોટા બનાવાયા છે, પણ દૂરથી જાણ થાય તેવા પટ્ટા ન હોય રોજ કાર તથા બાઈકવાળાને અકસ્માતો થાય છે. લોકો હેરાન થાય છે. ભાણવડના દેવુભાઈ જેસાભાઈ નામના પ્રૌઢ તેમના દીકરા તથા પૌત્ર સાથે મોટરસાયકલમાં જોગવડ જતાં હતાં ત્યારે ચાલકને સ્પીડબ્રેકર ન દેખાતા ધડામ સાથે બાઈક ઉથલીને પટકાતા ત્રણેયને ઈજા થઈ હતી. દેવાભાઈને વધુ લાગતા લોહીલુહાણ થઈ ગયા હતાં. ત્યાંથી પસાર થતાં ખંભાળિયાના અગ્રણી હિતેન્દ્રભાઈ આચાર્યએ કારમાં ઘાયલોને સરકારી હોસ્પિટલમાં પહોંચાડ્યા હતાં. આ પ્રશ્ને પી.ડબલ્યુ.ડી. તંત્રને ફરિયાદ કરી છે.

close
Nobat Subscription