Advertisement

શીખંડ સમ્રાટ ઈન્દ્રપ્રસ્થવાલા લાવ્યું છે ઈમ્યુનીટી બુસ્ટર શિયાળું મીઠાઈઓનો ખજાનો

ઐસી મીઠાઈ જો ખાએંગે સર્દીયોમેં સઁવર જાએંગે

શિયાળામાં જો સિઝનલ ખાદ્ય પદાર્થોનું પૂરતું સેવન કરવામાં આવે તો શરીરને નવી આભા પ્રાપ્ત થાય છે. જામનગરમં બેડીગેઈટ નજીક આવેલ શીખંડ સમ્રાટ ઈન્દ્રપ્રસ્થવાલા નામના મીઠાઈ વિક્રેતા પ્રયોગાત્મક અને જાણીતા છે. આ વર્ષે પણ તેઓ પરંપરાગત તથા અવનવી શિયાળુ મીઠાઈઓનો મધુર રસથાળ લાવ્યા છે.

શીખંડ સમ્રાટ ઈન્દ્રપ્રસ્થવાલાના સંચાલક જુગલભાઈ ચોટાઈના જણાવ્યાનુસાર તેમની પાસે ૭૦૦ રૃપિયા કિલોથી લઈ ૧૮૦૦ રૃપિયા કિલોની શ્રેણીમાં ર૦ જેટલી શિયાળું મીઠાઈઓનો ખજાનો ઉપલબ્ધ છે. હાલ ચિકનગુનીયાનો રોગ ફરીથી વકરતો જોવા મળી રહ્યો છે ત્યારે જુગલભાઈ તેમનો મેથીપાક ચિકનગુનીયાના દર્દીઓ સહિત સાંધાના દુઃખાવાઓ ધરાવતા લોકોને દુઃખાવામાં રાહત આપતો હોવાનો દાવો કરે છે.

દર્દીઓને ઘર બહાર નીકળવું ન પડે એ માટે તેઓ માત્ર ૨૫૦ ગ્રામ મેથીપાક ખરીદનાર ગ્રાહકોને પણ ફ્રી હોમ ડિલિવરી સર્વિસ આપે છે.

શિયાળામાં ખજુર સેવનને આરોગ્યપ્રદ કહેવામાં આવ્યું છે. અહીં પરંપરાગત ખજુર પાક ઉપરાંત ખજુર બોલ, ડ્રાયફ્રુટ ખજુર બિસ્કિટ, ખજુર બાઈટસ, ખજુર ડ્રાયફ્રુટ, ચોકલેટ્સ, કચરીયુ, ડ્રાયફ્રુટ ખજુર ઉપરાંત પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ખજુર ડ્રાયફ્રુટ અથાણુ પણ ઉપલબ્ધ છે અને ખજુરની આ તમામ મીઠાઈઓ સુગરલેસ છે. એટલે કે તેમાં મીઠાશ માટે ખાંડ કે ગોળ કે સ્યુગર ફ્રી ટેબ્લેટ જેવો કોઈ પદાર્થ ઉમેરવામાં આવ્યો નથી. કુદરતી મીઠાશને જાળવી આ તમામ ખજુર આઈટમ તૈયાર કરવામાં આવી છે.

આ ઉપરાંત ડ્રાયફ્રુટ કાટલા પાક, ગુંદ પાક, સાલમ પાક, બદામ પાક સહિત સીંગદાણા અને ગોળથી બનતી મુંબઈ સ્ટાઈલ ગુડપટ્ટી પણ 'સ્વાદ ઔર સેહત' ના સંયુક્ત માપદંડો ઉપર ખરી ઉતરે એવી છે. લીલવા કચોરી અને લીલવા સમોસા શિયાળું સ્પેશ્યલ ફરસાણ પણ લોકોને આકર્ષી રહ્યા છે.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit