નગરની સંસ્થાઓને જિલ્લા કલેક્ટરની અપીલ

જામનગર તા. ર૬ઃ લોકડાઉનની પરિસ્થિતિમાં જામનગરના શ્રમિકો વગેરે લોકોના ખોરાક આપવા બાબતે સેવાભાવી સંસ્થાઓ આગળ આવી જિલ્લા કલેક્ટરનો સંપર્ક સાધી રહી છે. આથી કલેક્ટરે તેમનો આભાર વ્યક્ત કર્યો છે. સાથોસાથ વિનંતી કરી છે કે શ્રમિકો, અગરિયાઓ જે વિસ્તારમાં રહે છે ત્યાં તેમને રાંધેલો ખોરાક આપવા લોકો જશે તો તેઓ ચેપી રોગનો શિકાર બની શકે છે. આથી તેમને સૂકુ કરિયાણું આપે જે તંત્ર દ્વારા તેઓ સુધી પહોંચાડવામાં આવશે. રોજનું કમાઈને ખાતા આ શ્રમિકોને સંપૂર્ણ જીવન જરૃરી વસ્તુઓ પર્યાપ્ત માત્રામાં મળી રહે તે માટે ગુજરાત સરકાર પ્રતિબદ્ધ છે.

close
Nobat Subscription