| | |

દ્વારકા જિલ્લામાં રણતીડના સંભવિત ઉપદ્રવ સામે ખેડૂતો સાવધ રહે

ખંભાળીયા તા. ૨૩ઃ જિલ્લા ખેતીવાડી અધિકારી દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવ્યા મુજબ રણતીડ એક આંતરરાષ્ટ્રીય જીવાત છે. રણતીડના ટોળા હજારો માઈલ દૂરના દેશોમાં જઈ મોટું નુકસાન કરે છે. તાજેતરમાં મળતા અહેવાલ અનુસાર સૌરાષ્ટ્રના અમૂક જિલ્લામાં તીડ જોવા મળેલ અંગેનો અહેવાલ પ્રાપ્ત થયેલ છે. જે ધ્યાને લેતા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રણતીડ ઉપદ્રવની શક્યતાઓ ધ્યાને લઈ આગમચેતીના ભાગરૃપે જિલ્લાના સરહદી ગામોમાં રણતીડ જોવા મળે તો તીડ ક્યાંથી એટલે કે કઈ દિશામાંથી આવ્યા, કેટલા વિસ્તારમાં તીડ બેઠા, ક્યા ગામે કઈ સીમમાં બેઠા તે અંગેની જાણ થયેથી તે માહિતી તુરંત ગામના ગ્રામસેવક (ખેતી) અથવા વિસ્તરણ અધિકારી (ખેતી), તેમજ ખેતીવાડી વિભાગના તાલુકા અમલીકરણ અધિકારી કે જિલ્લાની ખેતવાડી કચેરીને તાત્કાલિક જાણ કરવા વિનંતી છે. રણતીડ નિયંત્રણ માટે ગ્રામ કક્ષાએ તીડ નિયંત્રણ યુનિટ, સરપંચ અને પ્રગતિશીલ ખેડૂતોની આગેવાનીમાં કાર્યરત કરવું જેમાં જીપ/ટ્રેલર/ટ્રેક્ટર તૈયાર રાખવું. દવા છંટકાવ માટે ફૂટ સ્પ્રેયર અથવા પાવર ઓપ સ્પ્રેયર તૈયાર મારફત તીડની ગીચતાના આધારે ઉપદ્રવીત વિસ્તારમાં વહેલી સવારના સમયે ક્લોરપાયરીફોસ ૨૦ ટકા ઈસી (૨૪ મીલી), ૫૦ ટકા ઈસી (૧૦ મીલી), લેમડાસાય્હેલોથ્રીન ૫ ટકા સીઈ (૧૦ મીલી), મેલાથીયોન ૫૦ ટકા ઈસી (૩૭ મીલી), ફીપ્રોનીલ ૫ ટકા એસસી (૨.૫ મીલી), ફીપ્રોલીન ૨.૯૨ ટકા ઈસી (૪.૫ મીલી), ડેલ્ટામેથ્રીન ૨.૮ ટકા ઈસી (૧૦ મીલી) દવા ૧૦ લીટર પાણીમાં ભેળવીને ઉપદ્રવીત વિસ્તારમાં જરૃરિયાત મુજબ છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવે છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit