ભરવાડ સમાજના સમૂહ લગ્નોત્સવમાં તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારોહ

જામનગર તા. ૧૫ઃ જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના સમસ્ત ભરવાડ સમાજ દ્વારા મચ્ુ બેરાજા ગામમાં મચ્છુ માતાજી દેવસ્થાન સમિતિના ઉપક્રમે તા. ૧૮.૧.ર૦ર૦ ના દિને સમાજના છઠ્ઠા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સમૂહલગ્નોત્સવમાં બન્ને જિલ્લામાંથી સરકારી નોકરી પ્રાપ્ત કરનાર તેમજ ધો. ૧૦/૧ર માં જિલ્લામાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવાનો સમારોહ પણ યોજાશે.

આ પ્રસંગે ભરવાડ સમાજના ધર્મગુરુ પૂ. ઘનશ્યામપુરીજી મહારાજ, પૂ. રઘુબાપા વગેરે ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવશે. સમગ્ર સમૂહલગ્ન અને કાર્યક્રમના આયોજનને સફળ બનાવવા મચ્છુમાતા દેવસ્થાન સમિતિના સર્વશ્રી ભગાભાઈ બાંભવા, વિરમભાઈ વકાતર, દેવશીભાઈ ગમારા, કરણભાઈ ઝુંઝા, મચ્છાભાઈ ઠુંગા, કરમશીભાઈ ગમારા, ભોજાભાઈ સાનિયા, બુધાભાઈ બાંભવા, ધીરૃભાઈ બાંભવા, ડાયાભાઈ ચીરોડિયા, રમેશભાઈ ગમારા, પાલાભાઈ રાણગા, મચ્છાભાઈ વકાતર વગેરેની ટીમ જહેમત ઊઠાવી રહી છે.

close
Ank Bandh
close
PPE Kit