Advertisement

જામનગરમાં ૧૦૩ પાણીપૂરી વિક્રેતાઓને ત્યાં તપાસઃ ૪૭ લીટર પાણીના જથ્થાનો નાશ

આરોગ્ય શાખાએ ચાર સ્થળેથી ખાદ્યચીજોના નમૂના પણ લીધાઃ

જામનગર તા. ર૧ઃ જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખાએ છેલ્લા એક સપ્તાહમાં ચાર સ્થળેથી ખાદ્ય ચીજના નમૂના લઈ પૃથ્થકરણ માટે મોકલ્યા છે, જ્યારે ૧૦૩ પાણીપૂરીવાળાને ત્યાં તપાસ કરીને ૪૭ લીટર પાણીના જથ્થાનો નાશ કર્યો છે.

જામનગર મહાનગર પાલિકાના ફૂડ વિભાગના અધિકારીઓએ ગોકુલ પ્રોવિઝન સ્ટોર્સ (પંચેશ્વર ટાવર રોડ) માંથી મરચું પાવડર-લુઝ, શ્રી કેશર (પંચેશ્વર ટાવર રોડ) માંથી ગરમ મસાલો (લુઝ), શ્રી અંબિકા સ્વિટ એન્ડ નમકીન (સરૃ સેક્શન) માંથી ચૂરમાના લાડું અને જય ભવાની ડેરી ફાર્મ (બેડીબંદર રોડ) માંથી મીઠા દૂધ-લુઝના નમૂના લઈ તેને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતાં.

ઉપરાંત ૧૦૩ પાણીપૂરીના ફેરિયાની રેકડીમાં પણ તપાસ કરવામાં આવી હતી. જ્યાં નવ સ્થળેથી પાણીના નમૂના લેવામાં આવ્યા હતાં, જ્યારે ૪૭ લીટર પાણીના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.

તેમજ દરેડ જીઆઈડીસી ફેસ-ર અને ૩ માં શ્રીજી ડાયનીંગ હોલ, ન્યુ રંગોળી ડાયનીંગ હોલ અને મહાદેવ થાળી એમ ત્રણેયને ફૂડ લાયસન્સ મેળવી લેવા સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત પાટીદાર ડેરી અને અંબિકા ડેરીને સ્વચ્છતાના ધોરણો જાળવવા સૂચના અપાઈ હતી.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh 29 March
close
PPE Kit