જોડીયાની ડોબર સીમમાં ઉંડ નદીના પટ્ટમાંથી કરાતું રેતીનું ખનન ઝડપાયુઃ પોણા કરોડના વાહનો કબજે

જામનગર તા. ૪ઃ જોડીયાની ડોબર સીમમાં આવેલા ઉંડ નદીના પટ્ટમાંથી ગેરકાયદેસર રીતે રેતીનું ખનન કરાતું હોવાની બાતમી પરથી ગઈકાલે એલસીબીએ દરોડો પાડી છ શખ્સને રૃા. પોણા કરોડના વાહનો સાથે ઝડપી લીધા છે. ત્યાંથી ત્રણ ડમ્પર, એક ટોરસ અને બે લોડર ઝબ્બે લેવાયા છે. રેતી ખનન કરાવતા જોડીયાના શખ્સનું નામ ખુલ્યુ છે.

જોડીયા તાલુકામાં બેફામ રેતી ચોરી થતી હોવાની અવારનવાર ઉઠતી બુમ વચ્ચે ગઈ સપ્તાહે રાજકોટ રેન્ટના આઈજીની આરઆર સેલે દરોડો પાડ્યા પછી ગઈકાલે જામનગરની સ્થાનિક ગુન્હા શોધક શાખાના પ્રતાપ ખાચર, દિલીપ તલાવડીયા તથા સુરેશ માલકીયાને બાતમી મળી હતી કે જોડીયા તાલુકાની ડોબર સીમમાં આવેલી ઉંડ નદીના પટ્ટમાંથી ગેરકાયદે રેતીનું ખનન કરી તેને કેટલાક વાહનોમાં ભરવામાં આવી રહી છે.

આ બાતમીથી પીઆઈ એમ.જે. જલુને વાકેફ કરાયા પછી એસપી શરદ સિંઘલના માર્ગદર્શન હેઠળ એલસીબીના સ્ટાફે ગઈકાલે બપોરે ડોબર સીમમાં દરોડો પાડ્યો હતો. આ વેળાએ ત્યાં જીજે-૧૦-ટીટી-૪૪૩૪ નંબરનું બાર વ્હીલવાળુ ડમ્પર, જીજે-૧૦-ઝેડ-૬૫૮૮ નંબરનું બીજું ડમ્પર તેમજ જીજે-૧૩-ડબલ્યુ-૨૩૮૫ તથા જીજે-૧૩-ડબલ્યુ-૧૫૪૧ નંબરનું ડમ્પર જોવા મળ્યું હતું. જ્યારે જીજે-૩-ઈએ-૮૫૭૧ નંબરનું એક લોડર અને એક નંબર પ્લેટ વગરનું ડમ્પર પણ સ્થળ પર પડ્યું હતું.

ત્યાં ગેરકાયદેસર રીતે ખોદી કાઢવામાં આવેલી ૭૦ ટન રેતી પણ મળી આવી હતી. એલસીબીના કાફલાએ ડોબર સીમમાં ઘેરો ઘાલી કરેલી કાર્યવાહીમાં ઉપરોક્ત વાહનમાં ચાલક જામનગરના મોરકંડા રોડ પર રબાની સોસાયટીવાળા અલ્તાફ અબ્દુલ પટ્ટા, તમાચણ ગામના ક્રિપાલસિંહ પ્રવિણસિંહ પરમાર, શક્તિસિંહ મહોબતસિંહ જાડેજા, મહાવીરસિંહ ગુમાનસિંહ પરમાર, વીજરખી ગામના ગજેન્દ્રસિંહ કાળુભા સોઢા, જોડીયાના મોટાવાસ વાળા શહેઝાદ ઓસમાણ સમેજા નામના છ શખ્સ ઝડપાઈ ગાય હતાં.

એલસીબીએ આ શખ્સોની પુછપરછ કરતા જોડીયાનો ઓસમાણ હાસમ વાઘેર રેતીનું ગેરકાયદેસર રીતે ખનન કરાવતો હોવાનું બહાર આવ્યું છે. એલસીબીએ કુલ રૃા. ૮૧,૯૨,૫૦૦નો મુદ્દામાલ કબજે કરી છએય શખ્સોની અટકાયત કરી છે. પોકો પ્રતાપ ખાચેર ખુદ ફરિયાદી બની જોડીયા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાવ્યો છે. આઈપીસી ૩૭૯, ૧૨૦ (બી), ગુજરાત મીનરલ રૃલ્સ ૫,૬, ૧૩ (૧) હેઠળ કાર્યવાહી શરૃ કરવામાં આવી છે. આ કાર્યવાહીમાં પીઆઈ એમ.જે. જલુ, પીએસઆઈ કે.કે. ગોહિલ, પીએસઆઈ આર.બી. ગોજીયા, સ્ટાફના, જયુભા ઝાલા, ભરતભાઈ પટેલ, શરદ પરમાર, દિલીપ તલાવડીયા, ફિરોઝભાઈ દલ, ખીમાભાઈ ભોચીયા, વનરાજ મકવાણા, મીતેશ પટેલ, અજયસિંહ ઝાલા, હરપાલસિંહ સોઢા, અશોક સોલંકી, નિર્મળસિંહ એસ. જાડેજા, નાનજીભાઈ પટેલ, સંજયસિંહ વાળા, બળવંતસિંહ પરમાર, લાભુભાઈ ગઢવી, ભગીરથસિંહ સરવૈયા, અશ્વીન ગંધા, નિર્મળસિંહ બી. જાડેજા, પ્રતાપ ખાચર, સુરેશ માલકીયા, હરદીપ ધાધલ, લક્ષ્મણ ભાટીયા, ભારતીબેન ડાંગર, એ.બી. જાડેજા, અરવિંદગીરી સાથે રહ્યા હતાં.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit