જેકુરબેન સોની કન્યા વિદ્યાલય દ્વારા શિક્ષક દિનની ઉજવણી

જામનગર તા. ૧૬ઃ જામનગર સ્થિત જેકુરબેન સોની કન્યા વિદ્યાલય દ્વારા શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી.

શિક્ષકોના યોગદાન અને સમર્પણને સન્માનિત કરવા વિદ્યાર્થીનીઓએ પોતે શૈક્ષણિક કાર્ય કરતા વિડીયો શાળાએ મોકલ્યા હતા. જેમાં તેઓએ ઉત્સાહ અને ઉમળકો સ્પષ્ટપણે જોવા મળ્યો હતો.

વિદ્યાર્થીનીઓએ ઘરેથી નિબંધ લખી, વકતૃત્વ સ્પર્ધા માટે વિડીયો ક્લીપ બનાવી શાળાએ મોકલી હતી. હસ્તકળા સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધામાં પણ વિદ્યાર્થીનીઓએ પોતાની ભાગીદારી નોંધાવી હતી. શાળાના સંનિષ્ઠ શિક્ષકોએ તમામ કૃતિઓ જોઈ દરેક પ્રવૃત્તિમાં ત્રણ-ત્રણ વિજેતાઓના નામ ઘોષિત કર્યા હતા.

જેમાં ચિત્ર સ્પર્ધામાં માંડવીયા હિરવા (પ્રથમ), સોનગરા દિપાલી (દ્વિતીય), સીતાપરા અંકિતા (તૃતીય), રચનાત્મક પ્રવૃત્તિમાં નડીયાપરા અંજલી (પ્રથમ), અગ્રાવત હિનાલી (દ્વિતીય), સીતાપરા અંકિતા (તૃતીય), વકતૃત્વ સ્પર્ધામાં માણેક ગુંજન (પ્રથમ), લાડવા કિનલ (દ્વિતીય), નિબંધ સ્પર્ધામાં મોભેરા ધર્મિષ્ઠા(પ્રથમ), ગોરી ભૂમિ (દ્વિતીય), વાધવાણી રીતુ (તૃતીય) વિજેતા જાહેર થયા હતાં.

શાળાના ટ્રસ્ટી મનમોહનભાઈ સોની, શાળાના બંને વિભાગના આચાર્ય મેઘલબેન શેઠ તથા રાજીવભાઈ ભટ્ટે વિદ્યાર્થીનીઓને બિરદાવ્યા હતાં.

close
Ank Bandh
close
PPE Kit