ડો.કે.એમ.આચાર્ય દ્વારા અભ્યાસ સામગ્રી સાથે ગાંધીજીની આત્મકથાનું વિતરણ

જામનગર તા. ૪ઃ દર વર્ષની માફક જામનગરના ચર્મરોગ નિષ્ણાત ડો.કે.એમ.આચાર્ય પરિવાર દ્વારા જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારના સમસ્ત બ્રહ્મસમાજના ધોરણ ૮ થી ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ફોર કલરના લેમીનેટેડ ૨૦૦ પેજના ચોપડા, બોલપેન સેટ તેમજ ચારિત્ર્ય ઘડતર માટે મહાત્મા ગાંધીજીની આત્મકથાના પુસ્તકનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે.

જામનગરમાં વાલકેશ્વરીનગરી, શ્રીજી સ્કવેર, ૪થા માળે, ડો.કે.એમ.આચાર્યની હોસ્પિટલમાંથી સવારે ૧૦ થી ૧ અને સાંજે ૫ થી ૮ દરમિયાન વિતરણ થશે. માર્કસશીટની નકલ સાથે લાવવા જણાવ્યું છે. માસ્ક પહેરીને આવવું ફરજીયાત છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit