દ્વારકાના સ્વામિનારાયણ આશ્રમમાં અધિક માસમાં મહાવિષ્ણુયાગ-હરિયાગનું આયોજન

દ્વારકા તા.૧૬ઃ યાત્રાધામ દ્વારકાના સ્વામિનારાયણ આશ્રમમાં આગામી અધિક પુરૃષોત્તમ માસમાં મહાવિષ્ણુયાગ તેમજ હરિયાગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.  સ્વામિનારાયણ આશ્રમમાં મહંતશ્રી ગોવિંદપ્રસાદજી મહારાજના પરમશિષ્ય જયપ્રકાશ સ્વામીના અધ્યક્ષસ્થાને યોજાયેલ પત્રકાર પરિષદમાં સ્વામીજીએ જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં વિશ્વમાં કોરોના વાયરસની મહામારીને લીધે સમગ્ર વિશ્વ જયારે પ્રભાવિત થયું છે ત્યારે સમગ્ર વિશ્વના કલ્યાણ હેતુ આગામી અધિક માસ દરમ્યાન સ્વામિનારાયણ આશ્રમ ખાતે મહાવિષ્ણુયાગ તેમજ હરિયાગનું આયોજન સ્વામિનારાયણ આશ્રમના કોઠારી સ્વામી ગોવિંદપ્રસાદજીના નેજા હેઠળ આયોજન કરાયું છે જેનો લાભ મોટી સંખ્યામાં આવનારા ભાવિકોને મળશે. સાથે સાથે સમગ્ર આયોજનમાં સરકારના નિયમાનુસાર સોશ્યલ ડિસ્ટન્સ તથા માસ્ક ઇત્યાદિનું ચુસ્તપણે પાલન કરી સમગ્ર આયોજન કરવામાં આવનાર હોવાનું તેમણે ઉમેર્યું હતું.

સ્વામિનારાયણ સંપ્રદાયના જયપ્રકાશ સ્વામીએ વધુમાં જણાવ્યું હતું કે આગામી તા. ૧૮ મી સપ્ટેમ્બર, ૨૦૨૦ અધિક આસો સુદ એકમથી તા. ૧૬-૧૦-૨૦૨૦ અધિક આસો વદ અમાસ સુધી ચાલનારા આ ધાર્મિક મહોત્સવમાં હવનનો સમય સવારે ૮ થી બપોરે ૧૨ કલાક સુધી તેમજ બપોરે ૩-૩૦ થી સાંજે ૬ કલાક સુધીનો રહેશે. ત્યારબાદ સાંજે ૬ થી ૭ સુધી દરરોજ સત્સંગ સભાનું પણ આયોજન કરાયું છે જેમાં મોટી સંખ્યામાં સમગ્ર દેશમાંથી હરિભકતો આવનારા છે. કોરોના મહામારી સામે વિશ્વ કલ્યાણાર્થે યોજાનાર આ ધાર્મિક મહોત્સવમાં સમગ્ર આયોજન દરમ્યાન સરકારના નિયમોનુસાર સોશ્યલ ડિસ્ટન્સીંગ, માસ્ક તેમજ સેનીટાઈઝેશનની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હોવાનું પણ તેમણે ઉમેર્યુ હતું.

close
Ank Bandh
close
PPE Kit