Advertisement

જામનગર જિલ્લાના ટીબીના ત્રણસો દર્દીઓને નયારા એનર્જીના સહયોગથી પોષણ કીટ અર્પણ

જામનગર તા. ૨૩ઃ જામનગર જિલ્લાના ટી.બી.ના સારવાર મેળવી રહેલા ૩૦૦ દર્દીઓને નયારા એનર્જી લિમિટેડ કંપનીના સહયોગથી જામનગર જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયારાના અધ્યક્ષસ્થાને કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા વિકાસ અધિકારી મિહીર પટેલ, આરોગ્ય સમિતિના ચેરમેન સંઘાણીપ, સી.ડી.એચ.ઓ. બથવાર જોડાયા હતાં.

આ કીટમાં પૂરક પોષણ માટે અનાજ, ગોળ, તેલ, ચણા, મગની દાળ, ચોખા વગેરેનો સમાવેશ કરવામાં આવેલ છે. દવા સાથે દર્દીને પોષક તત્ત્વો પૂરતા પ્રમાણમાં મળે તો ટી.બી.ના દર્દીઓ કયોર રેટ વધી જાય છે. આમ, ટી.બી. મુકત જામનગરની દિશામાં આગળ વધવા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નયારા કંપનીના પ્રતિનિધિ, જિલ્લા ક્ષય અધિકારી ભારતીબેન ધોળકિયા ઉપસ્થિત રહ્યા હતાં.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit