બ્લડપ્રેસર તથા થાઈરોઈડની બીમારીના કારણે પ્રૌઢાનું મૃત્યુ

જામનગર તા. ૧૫ઃ જામનગરની ત્રણ વ્યક્તિઓના બીમારીના કારણે મૃત્યુ નિપજ્યા છે. એક પ્રૌઢને હૃદયરોગ, બીજા પ્રૌઢને શ્વાસની બીમારી ભરખી ગઈ છે જ્યારે એક મહિલાનું બ્લડપ્રેસર તથા થાઈરોઈડના કારણે મૃત્યુ થયું છે.

જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા ન્યુ ભાનુ પેટ્રોલપંપની પાછળના નદીના સામા કાંઠે રહેતા મહેન્દ્રભાઈ પ્રેમજીભાઈ કછટીયા નામના ૫૦ વર્ષના સતવારા પ્રૌઢને ગઈકાલે સવારે હૃદયરોગનો તીવ્ર હુમલો આવી જતા સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતાં. જગદીશભાઈ કછટીયાએ પોલીસને જાણ કરી છે.

જામનગરના નવાગામ ઘેડમાં રહેતા લક્ષ્મીબેન સોમાભાઈ વાઘેલા (ઉ.વ. ૫૦) નામના પ્રૌઢાને બે મહિનાથી બ્લડપ્રેસર થતા થાઈરોઈડની બીમારી વળગી હતી. તેઓને સારવાર માટે ગઈકાલે જી.જી. હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતાં જ્યાં તેઓનું મૃત્યુ થયું છે.

જામનગરની હર્ષદ મીલની ચાલી પાસે આવેલી પ્રણામી ટાઉનશીપમાં વસવાટ કરતા જયેશભાઈ બોઘાભાઈ છાયા (ઉ.વ. ૫૪) નામના પ્રૌઢને સોમવારે રાત્રે શ્વાસ ઉપડતા સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં જ્યાં તેઓનું મૃત્યુ થયું છે. હાર્દિક છાયાએ પોલીસને જાણ કરી છે.

close
Ank Bandh
close
PPE Kit