દ્વારકા તા. ર૩ઃ દેવભૂમિ દ્વારકાનું સંકલ્પ એન.જી.ઓ. બહુવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે. સંસ્થા સાથે સંલગ્ન વ્યક્તિનો જન્મદિન હોય કે લગ્નની વર્ષગાંઠ હોય અથવા ર૬ જાન્યુઆરી જેવા રાષ્ટ્રીય તહેવાર હોય સંસ્થા દ્વારા સેવાભાવી દાતાઓના સહયોગથી રૃક્ષ્મણી મંદિર ગેટ પાસેની ઝુંપડપટ્ટીના બાળકોને બટુક ભોજન કરાવવામાં આવે છે. સ્કેચપેન, બોલપેન વગેરે અભ્યાસ ઉપયોગી સ્ટેશનરીનું પણ વિતરણ કરવામાં આવે છે. ૧૪ ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન ડે ના દિવસે 'પેરેન્ટ્સ ડે'ની ઉજવણી હેતુ સંસ્થાના ઉપક્રમે એક ભક્તના સહયોગથી ઝુંપડપટ્ટીના બાળકોને અલ્પાહાર કરાવી શૈક્ષણિક સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત અભ્યાસ કરતા બાળકોના હસ્તે તેમના માતા-પિતાને સન્માનિત કરવામાં આવ્યા હતાં.