Advertisement

કોવિડ હોસ્પિટલમાં ર૪ કલાકમાં કોરોનાથી આઠના મૃત્યુઃ ર૮ નવા કેસઃ ૧૭૧ થયા સ્વસ્થ

જામનગર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી રાહતની અનુભૂતિઃ

જામનગર તા. ૧૦ઃ જામનગરમાં કોરોના કેસ મામલે ત્રણેક દિવસથી યથાવત્ સ્થિતિ જળવાઈ રહી છે. ગઈકાલે પણ ર૮ પોઝિટિવ કેસ નોંધાયા હતાં, તો આજે સવારે છેલ્લા ર૪ કલાકમાં આઠ દર્દીના મૃત્યુ થયા છે. જામનગરમાં કોરોના કૂણો પડ્યો છે. આથી છેલ્લા કેટલાક દિવસથી રાહત અનુભવાઈ રહી છે.

ગઈકાલે શહેરી વિસ્તારમાં ૧૯ પોઝિટિવ કેસ નોંધાયા હોવાથી કુલ આંક રર,૦૭૯ નો થયો છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં નવા નવ કેસ નોંધાયા હોવાથી કુલ આંક ૧ર,૩૭૮ નો થયો છે. તેની સામે ગઈકાલે શહેરી વિસ્તારના ૧૩૧ અને ગ્રામ્ય વિસ્તારના ૪૦ મળી ૧૭૧ દર્દીઓ કોરોનામુક્ત બન્યા હતાં, જ્યારે આજે સવારે છેલ્લા ર૪ કલાકમાં વધુ આઠ દર્દીના મૃત્યુ થતાં કુલ મૃત્યુઆંક ૪પર૪ નો થયો છે, જો કે ગઈકાલે સત્તાવાર રીતે એક મૃત્યુ કેસ જાહેર કરવામાં આવ્યો છે.

ગઈ સાંજ સુધીમાં જામનગર શહેર વિસ્તારમાં ૪,૦૧,૧૬ર અને ગ્રામ્ય વિસ્તારના ર,૯૩,૯૩૦ લોકોના કોરોનાલક્ષી ટેસ્ટ કરવામાં આવ્યા છે.

મૃતકોમાં પરમાર સુમિત્રાબેન, પાધરેશા રેખાબેન, રાઠોડ પાર્વતીબેનનો સમાવેશ થાય છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit