Advertisement

શિવ ચડ્યા તોરણેઃ જલાની જાર ગરબીમાં યોજાયો ગૌરવંતો ઈશ્વર વિવાહનો કાર્યક્રમ

૩૩૦ વર્ષ જુની ગરબીમાં માત્ર 'નોબત'ના તાલે નોન સ્ટોપ ચાર-ચાર વખત ઈશ્વર વિવાહનું ગાન

જામનગર શહેરની મધ્યમાં જલાની જાર વિસ્તારમાં છેલ્લા ૩૩૦ વર્ષ જુની 'જલાની જાર ગરબી'માં દર વર્ષે નવરાત્રિ દરમ્યાન સાતમા નોરતે ઈશ્વર વિવાહ યોજાય છે. જેમાં કોઈપણ જાતના વાજીંત્રો વગર માત્ર 'નોબત'ના તાલે પીતાંબર, ધોતીયું પહેરીને માત્ર પુરૃષો દ્વારા ઈશ્વર વિવાહના ગાન સાથે ગરબે ઘૂમે છે. આ વર્ષે પણ ગઈકાલે રાત્રે જલાની જારમાં આ અતિ લોકપ્રિય થયેલો ઈશ્વર વિવાહનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નાત-જાતના ભેદભાવ વગર પુરૃષોએ કેશરી પીતાંબર, ધોતીયા, ઝભ્ભા, બંડી ધારણ કરીને આસ્થાભેર ઈશ્વર વિવાહને ઉજવ્યો હતો. આ ઈશ્વર વિવાહની સૌથી નોંધપાત્ર બાબત એ છે કે ઢોલ, તબલા, હારમોનીયમ કે અન્ય કોઈ કરતાં કોઈ વાજીંત્રોનો ઉપયોગ કરાતો નથી. પ્રાચીન પરંપરા પ્રમાણે માત્રને માત્ર 'નોબત'ના તાલે જ ઈશ્વર વિવાહ લેવાય છે. એટલું જ નહીં આ મહાકાવ્યનું ચાર-ચાર વખત ગાન કરવામાં આવે છે અને નોન સ્ટોપ સતત સાડા ત્રણ કલાક સુધી ચાલે છે. ઈશ્વર વિવાહના પ્રસંગોમાં 'શિવને વરવા ઉમિયા અવતર્યા રે', 'મેનાનું મન માને નહીં રે' શિવ ચડયા તોરણે સમયે તો ઈશ્વર વિવાહ લેનારાઓએ આસ્થાભેર તાનમાં આવીને ભારે જમાવટ કરતા આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીમાં ધાર્મિક માહોલ સર્જાઈ ગયો હતો. આ ગરબીમાં ચાંદી જડીત માતાનો મઢ તથા ચાંદી જડીત મા નવદુર્ગાની મૂર્તી વર્ષાે પુરાણી છે. ઈશ્વર વિવાહ પૂર્ણ થયા પછી વ્હેલી સવારે કનકાઈ માતાજીનો અણધો ધરાવવામાં આવ્યો હતો અને માતાજીના છંદ અને સ્તુતિ સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો. છોટીકાશી ગણાતા જામનગરમાં જેમ શિવાલયો જગપ્રસિદ્ધ છે તેમ જલાની જારની ગરબીમાં લેવાતા ઈશ્વર વિવાહના કાર્યક્રમે પણ જામનગરને અનેરૃ ધાર્મિક ગૌરવ અપાવ્યું છે.

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit