ત્રીજા સ્મશાનગૃહની વ્યવસ્થાની માંગણી સાથે પ્રતીક ધરણાંનો આરંભ

મહાનગરપાલિકાના વિરોધપક્ષ દ્વારા

જામનગર મહાનગર પાલિકાના કોંગ્રેસના કોર્પોરેટર દેવશીભાઈ આહિરે ત્રીજા સ્મશાનની માંગણી સાથે આવેદનપત્ર રજુ કરી તા. ૧૬-૯ થી ત્રણ દિવસ માટે પ્રતીક ધરણાંના આંદોલનની જાહેરાત કરી હતી. તે મુજબ આજથી લાલબંગલા સર્કલમાં પ્રતીક ધરણાં શરૃ કરવામાં આવ્યા છે. જેમાં મનપાના વિરોધ પક્ષના નેતા અલ્તાફભાઈ ખફી, કોંગ્રેસ અગ્રણી દિગુભા જાડેજા, મહિલા કોર્પોરેટરો જેનબબેન ખફી, નીતાબેન પરમાર, શિતલબેન વાઘેલા, મંત્રી સાજીદ બ્લોચ વગેરે જોડાયા હતા.

close
Ank Bandh
close
PPE Kit