| | |

શુક્રવાર સુધી આકાશમાં ડ્રેકોનીક્સ ઉલ્કા વર્ષાનો નજારો જોવા મળશે

અમદાવાદ તા. ૯ઃ દુનિયાભરમાં મંગળવારથી શુક્રવાર સુધી તેમજ તા. ૧૬મી ઓક્ટોબર સુધી આકાશમાં ડ્રેકોનીકસ ઉલ્કા વર્ષાનો અદ્દભુત નજારો જોવા મળશે. સ્વચ્છ આકાશમાં કલાકના ૫૦ થી ૧૦૦૦ વધુ ઉલ્કા પડતી જોવા મળશે. વિશ્વના ખગોળ વૈજ્ઞાનિકોએ દરિયાઈ તથા પર્વતીય વિસ્તારોમાં પડાવ નાખવાની અંતિમ તૈયારી પૂરી કરી દીધી છે. આકાશમાં રીતસર ઉલ્કાનો વરસાદ નિહાળવા સાથે દિવાળીના ફટાકડાની આતશબાજીનો રોમાંચ માણવા રાજ્યના લોકોને ભારતજન વિજ્ઞાન જાથાની રાજ્ય કચેરીએ અપીલ કરી છે. રાજ્યમાં ખગોળીય આનંદ લૂંટવા માટે જાથાએ તૈયારી આરંભી છે. જાથાના રાજ્ય ચેરમેન અને એડવોકેટ જયંત પંડ્યા જણાવે છે કે મંગળવારથી શુક્રવાર તા. ૮ મધ્યરાત્રિથી ૧૬ ઓક્ટોબર સુધી તથા મંગળવારથી શુક્રવાર સુધી આકાશમાં ડ્રેકોનીક્સ ઉલ્કા વર્ષા પડતી જોવા મળશે. વાસ્તવમાં આકાશમાં ઉલ્કાનો રીતસર વરસાદ હોય છે. નરી આંખે નિર્જન જગ્યાએથી સ્પષ્ટ જોઈ શકાય છે. આ ઉલ્કા વર્ષાઓ પાછળ ધૂમકેતુઓ કારણભૂત છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit