Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિવિધ પ્રશ્નો-માંગણીઓને લઈને કાળી પટ્ટી, પેનડાઉન, આવેદનપત્ર અને ૮મી સપ્ટેમ્બરે માસ સીએલ પછી
જામનગર તા. ૨: મહેસુલી કર્મચારીઓની બઢતી બદલીમાં થયેલ અન્યાય અને મહેસૂલી તલાટીઓના દર્શાવેલ અન્ય વિભાગની કામગીરી દૂર કરવા અંગે અગાઉ થયેલ રજૂઆતને ધ્યાન લઈ જામનગર જિલ્લા રેવન્યુ કર્મચારી મંડળ (વર્ગ -૩) દ્વારા આંદોલનનાત્મક કાર્યક્રમો જાહેર કરવામાં આવ્યા છે.
મંડળ દ્વારા જામનગર જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી આ પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી છે . મહેસૂલી કર્મચારીઓના સેવા વિષયક પ્રશ્નો અંગે સતત અવહેલના કરવામાં આવે છે. અગાઉ કર્લાક અને મહેસૂલી તલાટી સંવર્ગમાંથી અપાયેલ બઢતી સમયે ખૂબ મોટા પ્રમાણમાં કર્મચારી ઓને દૂરના જિલ્લામાં નિમણૂક આપવામાં આવેલ છે. વર્ષ-૨૦૧૨ માં નિમણૂંક પામેલ નાયબ મામલતદાર ઓને વર્ષ-૨૦૨૦ માં રે એડજેસ્ટમેન્ટ ડેટ મળવાપાત્ર હોવા છતાં વિભાગ કક્ષા એ સિનિયોરીટી યાદી સમય મર્યાદામાં બનાવેલ ન હોવાથી આ કર્મચારી ઓ હાલ પણ બઢતીથી વંચિત રહેલ છે. જિલ્લા ફેરબદલી ઓનલાઈન કરવા બાબતે મહામંડળે સતત રજૂઆત કરેલ હોવા છતાં વિભાગ કક્ષાએથી આ અંગે કોઇ હકારાત્મક પ્રતિસાદ આપેલ નથી.
વધુમાં હાલમાં વિભાગ દ્વારા મહેસૂલી તલાટીઓ માટે નવીન જોબ ચાર્ટ જાહેર કરવામાં આવેલ છે. જે ફિલ્ડની વાસ્તવિક પરિસ્થિતિ ધ્યાને લીધા સિવાય બનાવેલ છે, હાલમાં મહેસૂલી તલાટીઓને ગ્રામ્ય કક્ષાએ જરૂરી વ્યવસ્થા, પૂરતી સંખ્યામાં કર્મચારીબળ તથા જરૂરી માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ નથી. આ કારણે ગ્રામ્ય કક્ષાએ મહેસૂલી કર્મચારીઓને લોકો સાથે અને અન્ય વિભાગના કર્મચારીઓ સાથે સીધો સંઘર્ષ ઊભો થયો છે. ઇ ધારા, ડિજિટલ ગુજરાત, સુગમ જેવા પોર્ટલમાં દાખલ કરવામાં આવેલ બિનજરૂરી ઓટીપી અને થંભ ની પદ્ધતિના કારણે મહેસૂલી કર્મચારીઓના અસંખ્ય માનવો કલાકોનો બગાડ થાય છે અને તેના કારણે કર્મચારીઓ માનસિક તણાવ અનુભવે છે.
ઉકત તમામ બાબતો અંગે ગુજરાત રાજય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા વિભાગ સમક્ષ વિગતવાર રજૂઆત કરી જરૂરી કાર્યવાહી કરવા જણાવેલ તેમ છતાં મહેસૂલી કર્મચારીઓ સાથે બિલકુલ ઓરમાયુભર્યું વર્તન થતું હોઇ તેવું જણાઈ આવે છે. આ બાબતો ધ્યાને લઇ ગુજરાત રાજય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા કર્મચારીઓમાં પ્રવર્તતા રોષને દર્શાવવા * વર્ક ટુ રુલ * નો કાર્યક્રમ આપવામાં આવેલ હતો. આ કાર્યક્રમ દરમિયાન મહેસૂલ વિભાગ દ્વારા કર્મચારીઓની ઉશ્કેરણી કરતાં હોય તેમ તા. ૨૫-૦૮-૨૦૨૬ના બે નાયબ મામલતદારઓને તેઓની સમંતિ વિના અંદાજે ૪૦૦ કિમી દૂરના જિલ્લામાં બદલી કરેલ છે. આ બાબત કોઇ રીતે ચલાવી શકાય તેમ નથી. મહેસુલી કર્મચારી ઓના પ્રશ્નોને વાંચા આપવી એ મહામંડળની ફરજ છે, એવા સમયે વિભાગ દ્વારા કર્મચારીઓની થતી ઘોર ઉપેક્ષા વિરૂદ્ધ આંદોલનાત્મક કાર્યક્રમ આપવા સિવાય અન્ય કોઇ રસ્તો રહેતો નથી. જેથી, આવેદનપત્રમાં રજૂ કરેલ મુદાઓ ધ્યાને લઇ જરૂરી કાર્યવાહી હાથ ઘરવા ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળના તમામ કર્મચારીઓની લાગણી અને માંગણી છે.
જેમાં મહેસૂલી તલાટીઓના જોબચાર્ટમાં અન્ય વિભાગો સંબંધિત બાબતો જે ગુજરાત રાજય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા પત્રથી રજૂઆત કરેલ છે, તે તમામ બાબતો/કામગીરી તાત્કાલીક અસરથી દૂર કરવામાં આવે.
વર્ષ-૨૦૧૨ના સીધી ભરતીના નાયબ મામલતદારઓને પાત્રતા મુજબ રી એડજસ્ટમેન્ટ ડેટ (વર્ષ ૨૦૨૦)નો લાભ આપીને સિનિયોરીટી આખરી કરવી અને નવી કોઈ ભરતી પહેલા આ તમામ કર્મચારીઓને મામલતદાર સંવર્ગમાં બઢતી આપવી. વર્ષ ૨૦૧૨ પછી સીધી ભરતીથી નાયબ મામલતદાર તરીકે નિમણૂક પામેલ તમામ કર્મચારીઓની એકીકૃત તથા નિયમોનુસાર સિનિયોરીટી તૈયાર કરી તાત્કાલિક પ્રસિદ્ધ કરવામાં આવે. વર્ષ-૨૦૨૩ તથા વર્ષ-૨૦૨૬ માં આપવામાં આવેલ બઢતી થી ઘણાં કર્મચારી ઓને અન્યાય કરી દૂરના જિલ્લામાં મુકવામાં આવેલ છે. આ તમામ મૂળ જિલ્લામાં જગ્યા ઉપલબ્ધ હોય તે મુજબ તબક્કા વાર પરત બદલીથી નિમણૂક કરી આપવી, જિલ્લા ફેરબદલી અંગે એન ઓ સી પ્રથા બંધ કરી ઓનલાઇન પોર્ટલ મારફતે જિલ્લા ફેરબદલી થાય તેવી પારદર્શિતા દાખલ કરવી, મહેસૂલી ક્લાર્ક/મહેસૂલી તલાટીઓની જિલ્લા ફેર બદલી થતા રાજ્યકક્ષાની પ્રવર્તતા યાદીમાં તેમને સૌથી છેલ્લે ગણવામાં આવે છે. હાલમાં કર્મચારીને બઢતી જિલ્લા કક્ષાએ નહીં પરંતુ રાજ્યકક્ષાએ આપવામાં આવતી હોવાથી જિલ્લા ફેર બદલીના કારણે કર્મચારીને પ્રમોશનમાં અન્યાય ન થાય તે જરૂરી છે. તેથી કર્મચારીના મૂળ નિમણૂક સમયે પ્રાપ્ત થયેલ મેરિટ ક્રમને ધ્યાને લઈ, જિલ્લા ફેર બદલી થયેલ કર્મચારીઓની સિનિયોરીટી મેરિટ નંબર મુજબ જળવાઈ રહે તેવી રાજ્યકક્ષાની પ્રવર્તતા યાદી તૈયાર કરવા સ્પષ્ટ સૂચના/પરિપત્ર પ્રસિદ્ધ કરવામાં આવે તથા તે મુજબ જ બઢતી આપવામાં આવે તેવી માંગણીઓ કરાઈ છે.
નાયબ મામલતદાર અને મામલતદાર સંવર્ગની સીધી ભરતીની પ્રક્રિયા તાત્કાલીક અસરથી બંધ કરવામાં આવે. કારણ કે, તેના કારણે મહેસુલી કર્મચારીઓના બઢતીના હક ઉપર સીધી તરાપ વાગે છે. તેવી ટકોર સાથે કરાયેલી રજૂઆતોમાં તાજેતરમાં ફીડબેક આઘારે બદલી પામેલ બંને કર્મચારી ઓના બદલી હુકમ તાત્કાલીક અસરથી મોકુફ રાખવા અને હવે પછીથી આ રીતે બદલી ન થાય તેની લેખિત બાંહેધરી આપવી. ૯૧૭ જેટલા મહેસૂલી તલાટીઓની આઈ એલ આરકચેરીમાં કરવામાં આવેલ હંગામી નિમણૂક તાત્કાલીક અસરથી રદ કરવામાં આવે, કલાર્ક અને મહેસુલી તલાટીની સંવર્ગની સીનીયોરીટી યાદી તાત્કાલીક પ્રસિદ્ધ કરવી. મહેસૂલી કર્મચારી ઓની બાકીની તમામ ખાતાકીય પરીક્ષાનું તાત્કાલીક આયોજ્ન કરવામાં આવે, ફેરણી અધિકારીઓને મળતા પીટીએ ભથ્થામાં સર્કલ ઓફિસર, નાયબ મામલતદાર (પુરવઠા), નાયબ મામલતદાર (મ.ભ.યો) તથા પુરવઠા નિરીક્ષક માટે રૂ।.૧૦,૦૦૦ અને મહેસુલી તલાટીઓ માટે રૂ।.૩,૦૦૦ નકકી કરી આપવા. જનસેવા કેન્દ્રમાં થતી કામગીરી માટે અલાયદુ મહેકમ મંજૂર કરી આપવામાં આવે. મહેસૂલી કર્મચારીઓ પર વધતા કાર્યબોજ, ઈ-ધરા, ડિજિટલ ગુજરાત , જનસેવા કેન્દ્ર, ઓટીપી આધારિત પ્રક્રિયાઓના કારણે ઉભું થયેલ કાર્યભારણ અને માનસિક તણાવ ઘટે તે માટે જરૂરી સુધારા કરવામાં આવે. તે પ્રકારની માંગણીઓ કરાઈ છે.
મહામંડળ દ્વારા ઉકત તમામ બાબતો અંગે વારંવાર વિભાગ સમક્ષ રજૂઆત કરેલ છે અને હાલમાં ''વર્ક ટુ રૂલ''નો કાર્યક્રમ ચાલુમાં હોવા છતાં વિભાગ દ્વારા અન્ય બે કર્મચારીઓને કોઈ કારણો આપ્યા વિના દૂરના જિલ્લામાં સજાના ભાગરૂપે બદલી કરવામાં આવેલ છે, જે બાબત મહેસુલી કર્મચારીઓને સીધો પડકાર સમાન હોવાની લાગણી જણાય છે. મહેસુલી કર્મચારીઓ સરકારના હિતમાં દિવસ-રાત એક કરી કામ કરતા હોઈ અને સરકારની તમામ યોજનાઓ લોકો સુધી પહોંચે તેની તકેદારી રાખતા હોઈ અને મુખ્યમંત્રી પોતે એ બાબત સ્વીકારતા હોય કે જે કામ કોઈ ના કરી શકે તે અમે મહેસુલ વિભાગને સોપીએ છીએ, તેવા સમયે આ કર્મચારીઓ પ્રત્યે વિભાગ દ્વારા દર્શાવવામાં આવતો આ દ્રેષભાવ બીલકૂલ યોગ્ય નથી. મહેસુલી કર્મચારીઓમાં મહેસુલ વિભાગ પ્રત્યે બીલકૂલ નકારાત્મક ફીડબેક પ્રવર્તે છે ત્યારે તેમની લાગણીને વાંચા આપી ''વર્ક ટુ રૂલ''નો કાર્યક્રમ સાથે સમયબદ્ધ અન્ય કાર્યક્રમ આપવા જરૂરી જણાતાં હોઈ ઉપરોકત પ્રશ્નોનો તાત્કાલિક અસરથી હકારાત્મક અને સમયબદ્ધ ઉકેલ લાવવામાં નહીં આવે તો ગુજરાત રાજય મહેસુલી કર્મચારી મહામંડળ દ્વારા કાર્યક્રમ જાહેર કરેલ છે. જે મુજબ જામનગર જિલ્લા મહેસુલી કર્મચારી મંડળ દ્વારા પણ ગુજરાત રાજય મહેસુલી કર્મચારી મહામંડળના આદેશ મુજબ આંદોલનાત્મક કાર્યક્રમ આપવામાં આવનાર છે.
તે મુજબ તા.૩૧/૦૮/૨૦૨૬ અને સોમવારે કાળી પટ્ટી ધારણ કરવી અને કર્મચારી ઓના પ્રશ્નો અંગે જિલ્લા કલેકટર ને આવેદનપત્ર આપવું. તે અન્વયે આ આવેદનપત્ર પાઠવાયું હતું . તા.૦૭/૦૯/૨૦૨૬ ના કાળી પટ્ટી ધારણ કરી, પેન ડાઉન , તા.૦૮/૦૯/૨૦૨૬ (મંગળવાર) તમામ કર્મચારીઓ દ્વારા માસ સી.એલ. મૂકવામાં આવશે. અને તા.૧૦/૦૯/૨૦૨૬ (ગૂરૂવાર) થી અનિશ્ચિત મુદતની હડતાળ શરૂ કરવામાં આવશે.
આ વિરોધ કે કાર્યક્રમ કોઈ પણ અધિકારી, વહીવટી તંત્ર કે વિભાગ સામે વ્યક્તિગત રીતે નથી, પરંતુ કેવળ નીતિગત પ્રશ્નો અને કર્મચારીઓના ન્યાયિક હકો માટે છે.
આંદોલન દરમિયાન સામાન્ય જનતા કે અરજદારોને કોઈ પણ પ્રકારની હેરાનગતિ કે મુશ્કેલી કરવાનો બિલકુલ ઈરાદો નથી. નાગરિકોની સેવા માટે કર્મચારીઓ સદેવ કટિબદ્ધ છે. માત્ર વ્યાજબી માગણીઓ પ્રત્યે સરકારનું ધ્યાન દોરાય તે માટે જ આ આંદોલનનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial