Advertisement

જામનગરની આઈટીઆઈમાં શહેરી બાગાયત યોજના અંગે તાલીમ અપાઈ

જામનગર તા. ૧૧ઃ બાગાયત વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા શહેરી વિસ્તારમાં વસતના નાગરિકોમાં જાગૃતિ લાવવા માટે અર્બન હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ અંતર્ગત સમગ્ર રાજ્યમાં દરેક જિલ્લાકક્ષાએ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અન્વયે નાયબ બાગાયત નિયામક કચેરી, જામનગર દ્વારા આઈટીઆઈ (મહિલા)-જામનગરમાં શહેરી બાગાયત વિકાસ યોજના તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૫૦ જેટલા મહિલા તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો.

કાર્યક્રમમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ-ગાંધીનગરથી જીવંત પ્રસારણ દ્વારા ગુજરાત રાજ્યના બાગાયત નિયામક ડો. પી. એમ. વઘાસિયા દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું. જિલ્લાકક્ષાએ કાર્યક્રમમાં બાગાયત અધિકારી (કેનિંગ) વી. એચ. નકુમ દ્વારા અલગ અલગ આનુસંગિક વિષયો પર તાલીમ આપવામાં આવી હતી. તેમજ મદદનીશ બાગાયત નિયામક એચ. ટી. ભીમાણી દ્વારા બાગાયત ખાતાની વિવિધ કામગીરી વિશે માહિતી આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન બાગાયત મદદનીશ કે. આર. પિપરોતરે કર્યું હતું.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit