Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લાની વિવિધ કચેરીઓમાં સ્વચ્છતા ઝુંબેશ અને વૃક્ષારોપણના કાર્યક્રમો

સ્વચ્છ કચેરી, સ્વચ્છ પરિસર, હરિયાળું જામનગરઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: રાજ્ય સરકારના સ્વચ્છતા, સુશાસન અને પર્યાવરણ જાળવણીના સંકલ્પને સાકાર કરવાના હેતુથી જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ, જામનગરના માર્ગદર્શન હેઠળ 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત જામનગર જિલ્લામાં સ્વચ્છતા તથા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન યોજાયું હતું. આ અભિયાન અંતર્ગત જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓની કચેરી ઉપરાંત જામનગર જિલ્લાની તમામ એપીએમસી, તમામ નાગરિક સહકારી બેંકો તથા વિવિધ સહકારી સંસ્થાઓના કચેરી પરિસરમાં વ્યાપક સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અધિકારીઓ, કર્મચારીઓ તથા સહકારી સંસ્થાઓના પ્રતિનિધિઓએ સ્વયં જોડાઈને કચેરી તથા આસપાસના પરિસરની સફાઈ કરી હતી અને સ્વચ્છ તથા સુઘડ કાર્યસ્થળ જાળવવાનો સંકલ્પ લીધો હતો.

પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના ઉદ્દેશ્ય સાથે વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું તેમજ વાવેતર કરાયેલા છોડના યોગ્ય જતન અને ઉછેર માટે સંબંધિત સંસ્થાઓને વિશેષ કાળજી રાખવા અનુરોધ કરાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા રજિસ્ટ્રારશ્રીએ જણાવ્યું હતું કે, સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ એ માત્ર એક અભિયાન પૂરતું મર્યાદિત ન રહેતા આપણી દૈનિક જવાબદારી અને જીવનશૈલીનો સક્રિય ભાગ બને તે સમયની માંગ છે. જિલ્લાની તમામ છઁસ્ઝ્ર, સહકારી બેંકો અને સંસ્થાઓના અધિકારીઓ તથા કર્મચારીઓની ઉત્સાહભેર ભાગીદારી સાથે યોજાયેલા આ કાર્યક્રમ દ્વારા સમાજમાં 'સ્વચ્છ કચેરી  સ્વચ્છ પરિસર  હરિયાળું જામનગર'નો પ્રેરણાદાયી સંદેશ પ્રસારિત કરવામાં આવ્યો હતો.

જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh