આયુર્વેદ નિઃસંતાન ઉપચાર કેન્દ્ર દ્વારા ઉકાળા વિતરણનું આયોજન

જામનગર તા. ૧૬ઃ જામનગરના આયુર્વેદ નિઃસંતાન ઉપચાર કેન્દ્ર દ્વારા કોરોનાની મહામારીને ધ્યાને રાખીને ઉકાળા વિતરણનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું છે. આયુર્વેદના નિષ્ણાત તબીબો દ્વારા નક્કી કરાયેલી ફોર્મ્યુલા મુજબ ઉચ્ચ ગુણવત્તાયુક્ત દવામાંથી બનાવાયેલા આ ઉકાળાનું વિતરણ વહેલા તે પહેલાના ધોરણે કરવામાં આવશે.

ઉકાળો મેળવવા માટે સવારે ૯.૩૦ થી ૧ર.૩૦ વાગ્યા દરમિયાન આયુર્વેદ નિઃસંતાન ઉપચાર કેન્દ્ર, વર્ધમાન માર્કેટ, એસ.ટી. રોડ, જામનગર (મો. ૯૩૭૬ર ૮૬૮૬૯), (૭૦૧૬૪ ૪૩૯પ૭) નો સંપર્ક કરવો.

જાહેર તથા ધાર્મિક સંસ્થાઓ, સ્કૂલ, ખાનગી ઓફિસો અને બેંકોએ રાહત દરે ઉકાળો મેળવવા માટે બે દિવસ પહેલા ડો. હરિકૃષ્ણાબેન ભટ્ટ (એમ.ડી. આયુર્વેદ) એ જાણ કરવા જણાવ્યું છે.

close
Ank Bandh
close
PPE Kit