Advertisement

પટેલ કોલોની વગેરે વિસ્તારોમાં પોલીસે કરી ડ્રાઈવઃ આંટાફેરા કરતા શખ્સો પકડાયા

હજુ પણ કેટલાંક વિસ્તારોમાં ડ્રાઈવની છે જરૃરઃ

જામનગર તા. ૨૯ઃ જામનગરના પટેલકોલોની તેમજ ગાંધીનગર રોડ પર ચા-પાનના ગલ્લે મહેફિલ જમાવતા તત્ત્વો સામે ગઈકાલે પોલીસે કાર્યવાહી કરી હતી. સાત વાહન પોલીસે કબ્જે કર્યા છે. આ કાર્યવાહી યથાવત્ રાખવા માંગણી ઉઠી છે.

જામનગરના ૫ટેલ કોલોની તેમજ ગાંધીનગર તરફ જવાના રોડ પર આવેલા શનિવારી મેદાન વગેરે કેટલાંક સ્થળોએ અસામાજિક તત્ત્વો બિનજરૃરી રીતે આંટાફેરા કરતાં હોવાની તેમજ ચાર રસ્તા જ્યાં મળતાં હોય ત્યાં પોતાના વાહન પાર્ક કરી તેના પર અડ્ડો જમાવતા હોવાની જાણ પોલીસને કરવામાં આવતાંં ગઈકાલે સાંજે સિટી 'બી' ડિવિઝનના પીઆઈ કે. જે. ભોયેની સૂચનાથી ડી સ્ટાફ તથા હનુમાન ગેઈટ પોલીસચોકીના સ્ટાફે પેટ્રોલિંગ કર્યું હતું.

પોલીસે ઉપરોકત વિસ્તારોમાં પહોંચી સાત વાહન ડીટેઈન કર્યા હતા અને ટોળું વળીને રોડ પર ગોષ્ઠિઓ કરતાં તત્ત્વો સામે માસ્ક વગેરેની કામગીરી પણ કરવામાં આવી છે.

ઉલ્લેખનિય છે કે, મહિલા કોલેજ ચોક, રામેશ્વર ચોક તેમજ પટેલકોલોનીના વિસ્તારોમાં અને ખાસ કરીને લાખોટા તળાવના બ્યુટીફિકેશનની આજુબાજુના સ્થળે સવારથી સાંજ સુધી કેટલાંક આવારા તત્ત્વો મોટરસાયકલો પર ચાની હોટલો તેમજ પાનના ગલ્લા પાસે મહેફિલ જમાવીને બેસી રહે છે. આ સ્થળોએ પણ કાર્યવાહી કરવી જોઈએ.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit