Advertisement

જામનગરના યુવાન જયભાઈ શુક્લ સૌથી નાની વયના અમ્પાયર બન્યા

ક્રિકેટ જગતને અનેક ખ્યાતનામ ખેલાડીઓ આપનાર ભૂમિ એવા

જામનગર તા. ર૯ઃ જામનગરની ભૂમિએ ક્રિકેટ જગતમાં અનેક ખ્યાતનામ ક્રિકેટરોની ગૌરવવંતી ભેટ ધરી છે ત્યારે જામનગરના એન્જિનિયર યુવાન જય રાકેશભાઈ શુક્લએ સૌથી નાની વયના અમ્યાપર બનવાની સિદ્ધિ પ્રાપ્ત કરી છે.

તેમણે માત્ર ર૧ વર્ષની વયે અમ્પાયરની પરીક્ષા પાસ કરી છે. તેઓ સીઝનબોલથી ક્રિકેટ રમતા હતાં, પણ અભ્યાસના કારણે ક્રિકેટ રમવાનું છોડી દીધું હતું. અભયાસ પૂર્ણ કર્યા પછી ક્રિકેટની રમત સાથે જોડાયેલા રહેવા માટે તેમણે અમ્પાયર બનવાનો નિર્ધાર કર્યો હતો અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનનો સંપર્ક કરી ર૦૧૯ માં લંડનની મેરીલેબોન્ડ ક્રિકેટ ક્લબની અમ્પાયરની લેખિત પરીક્ષા પાસ કરી હતી. ત્યારપછી તેમની પ્રેક્ટિકલ અને મૌખિક પરીક્ષા રાજકોટમાં આંતરરાષ્ટ્રીય એમ્પાયર (અમિશ સાહેબ) અને પિયુષ ખખ્ખરે લીધી હતી અને ત્યારપછી તેમને એસસીએ દ્વારા અમ્પાયર તરીકેની વિધિવત્ માન્યતા મળી છે. આ માન્યતા મળ્યા પછી તેમણે ર૩ મેચોમાં અમ્પાયરીંગ કર્યું છે.

આઈસીસી માન્ય આંતરરાષ્ટ્રીય સ્તરે અમ્પાયરની માન્યતા પ્રાપ્ત કરવા માટે બીસીસીઆઈની પરીક્ષા માટે તેમણે તૈયારી શરૃ કરી છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit